ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી
પેરિસ
ફ્રાંસના ફ્રેન્ચ આલ્પસ વિસ્તારમાં આવેલા એનેસી શહેરમાં છુરાબાજીની ઘટનામાં 8 બાળકો સહિત નવ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી ફ્રાંસની સરકાર ચોંકી ઉઠી છે.
સરકારનુ કહેવુ છે કે, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર સિરિયાથી આવેલો એક શરણાર્થી છે. જ્યાં તેણે પાર્કમાં રમતા બાળકો પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો.
પોલીસના કહેવા અનુસાર બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં ચાર બાળકોની હાલત ગંભીર છે.
આ ઘટના બાદ ફ્રાંસમાં શરણાર્થીઓને શરણ આપવાની નીતિ પર પણ હવે સવાલો ઉઠવા માંડ્યા છે.
આ ઘટનાના દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ફ્રાંસની સંસદમાં હુમલાના વિરોધમાં સાંસદોએ મૌન પાળ્યુ હતુ. મોટાભાગના ઘાયલ બાળકોની વય 3 વર્ષની આસપાસ છે. ફ્રાંસના પીએમ પોતે આ ઘટનાની ખબર મળ્યા બાદ સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા હતા.