અમદાવાદ
સીબીસીએ દ્વારા યોજાયેલી કેટલ બાયોટેક અંડર-16 મલ્ટિ ડે પ્લેઈગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલલ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે માધવ એજ્યુકેશન કેમ્પસ સામે બે વિકેટે વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ડીપીએસના સુકાની શ્લોક જાનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા માધવ કેમ્પસનની પ્રથમ ઈનિંગ્સ 105 અને બીજી ઈનિંગ્સ 95 રનમાં સમેટી દીધી હતી જ્યારે ડીપીએસે તેની પ્રથમ ઈનિંગ્સમાં 75 અને બીજી ઈનિંગ્સમાં આઠ વિકેટે 127 રન બનાવીને મેચ બે વિકેટે જીતી લીધી હતી.મેચ પાયોનિયર બી ગ્રાઉન્ડ પર રમાઈ હતી. ડીપીએસના કોચ મિહિર કાપલિયાએ ફાઈનલમાં ટીમના શ્રેષ્ઠ દેખાવનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ટૂંકો સ્કોરઃ માધવ કેમ્પસઃ પ્રથમ ઈનિંગ્સઃ 105 ( સમારિયા 32, વાય ચૌહાણ 20, કનિશ આહિર 27માં 4 અને શૌર્ય પરાશર 10 રનમાં બે વિકેટ).
ડીપીએસઃ પ્રથમ ઈનિંગ્સઃ 75 (રિધાન પાટિદાર 28, સમારિયા 35માં છ અને એન. પાંડવ 19માં 3 વિકેટ)
માધવઃ બીજી ઈનિંગ્સઃ 95 (સમારિયા 39, સ્પર્શ શાહ 14માં 5 અને ઈબ્રાહિમ આવરી 17માં 3 વિકેટ)
ડીપીએસ બીજી ઈનિંગ્સઃ આઠ વિકેટે 127 ( શૌર્ય પરાશર 86 નોં.આ., નિવ પાંડવ 65માં 4 અને સમારિયા 58માં 3 વિકેટ.).
