13મી ડિસેમ્બર સુધી દિલ્હીમાં સવારના સમયે ઘુમ્મસવાળું વાતાવરણ રહેશે
નવી દિલ્હી
પર્વતીય વિસ્તારોમાં થઇ રહેલ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે. રાજધાની દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. યુપી, પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન ફૂંકાઇ રહ્યું છે. હવામાન વિભાગે આજે એટલે કે 8મી ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારે 8મી ડિસેમ્બરના રોજ મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. ઉપરાંત 13મી ડિસેમ્બર સુધી દિલ્હીમાં સવારના સમયે ઘુમ્મસવાળું વાતાવરણ રહેશે. દિલ્હી-એનસીઆરના ક્યુઆઇની વાત કરીએ તો અહીં હાવની ગુણવત્તા ખરાબ થઇ રહી છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કહેવા મુજબ દિલ્હીમાં ગુરુવારે 24 વિસ્તારોમાં હવાનું સ્તર ખૂબ જ ખરાબ હતું. ગ્રેટર નોએડામાં 288, ગાજિયાબાદમાં 284, નોએડામાં 279, ફરીદાબાદમાં 285 અને ગુરુગ્રામમાં 235 એક્યુઆઇ નોંધાયુ હતું.
સ્કાયમેટ વેધર મુજબ આગામી 24 કલાકમાં પૂર્વોત્તર ભારતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. આગામી 48 કલાકમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામમાં ધીમોથી ભારે વરસાદ થઇ શકે છે. અરુણાચલ પ્રદેશમાં પણ ધીમો વરસાદ થઇ શકે છે. ઉપરાંત ઝારખંડ, બિહાર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્વીપમાં ધીમા વરસાદની શક્યતાઓ છે. આ સિવાય છત્તીસગઢ, ઓડિશા, પૂર્વ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરલ અને અંદમાન અને નિકોબાર દ્વીપ પર છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.