ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે

ગાંધીનગર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આપના વધુ બે ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.
આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે અને અધ્યક્ષ શંકર ચૌધરીએ આ રાજીનામાનો સ્વિકારી કર્યો છે તે સાથે જ ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આપના વધુ 2 ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.
ભૂપત ભાયાણી સિવાય વધુ બે ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના આપના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામુ આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો રહ્યા છે જો વધુ બે ધારાસભ્યો રાજીનામું આપશે તો ગુજરાત વિધાનસભામાં આપના ધારાસભ્યોની સંખ્યા બે રહી જશે.
