725 કરોડ રૂપિયા સાથે મુંબઈ ઈન્ડિયન્સ બ્રાન્ડવેલ્યુમાં ટોચ પર

Spread the love

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બીજા નંબરે છે, ચેન્નઈની બ્રાંડ વેલ્યુ આશરે 672 કરોડ રૂપિયા છે

મુંબઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઓક્શન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થવાનું છે. આ ઓક્શન માટે તમામ 10 ફ્રેન્ચાઈઝી તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે એક મોટી માહિતી સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. તેણે બ્રાંડ વેલ્યુના આધારે તમામ 10 ટીમોની રેન્કિંગ વિશે જણાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સની બ્રાંડ વેલ્યુ ટુર્નામેન્ટમાં સૌથી વધુ છે.

મુંબઈ ઇન્ડિયન્સની બ્રાંડ વેલ્યુ આશરે 725 કરોડ રૂપિયા છે. મુંબઈની ટીમ અત્યાર સુધી પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચુકી છે. પરંતુ ગત સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સને પ્લેઓફમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ બાદ બ્રાંડ વેલ્યુના મામલે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બીજા નંબરે છે. ચેન્નઈની બ્રાંડ વેલ્યુ આશરે 672 કરોડ રૂપિયા છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પણ પાંચ વખત આઈપીએલની ટ્રોફી જીતી ચુકી છે.

આઈપીએલની ટીમોની બ્રાંડ વેલ્યુ

મુંબઈ ઇન્ડિયન્સ – 725 કરોડ રૂપિયા (87 મિલિયન ડોલર)

ચેન્નઈ સુપર કિંગ્સ – 672 કરોડ રૂપિયા (80.6 મિલિયન ડોલર)

કોલકાતા નાઈટ રાઈડર્સ – 655 કરોડ રૂપિયા (78.6 મિલિયન ડોલર)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 582 કરોડ રૂપિયા (69.8 મિલિયન ડોલર)

ગુજરાત ટાઈટન્સ – 545 કરોડ રૂપિયા (65.4 મિલિયન ડોલર)

દિલ્હી કેપિટલ્સ – 537 કરોડ રૂપિયા (64.1 મિલિયન ડોલર)

રાજસ્થાન રોયલ્સ – 521 કરોડ રૂપિયા (62.5 મિલિયન ડોલર)

સનરાઈઝર્સ હૈદરાબાદ – 401 કરોડ રૂપિયા (48.2 મિલિયન ડોલર)

લખનઉ સુપર જાયન્ટ્સ – 391 કરોડ રૂપિયા (47 મિલિયન ડોલર)

પંજાબ કિંગ્સ – 377 કરોડ રૂપિયા (45.3 મિલિયન ડોલર)

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *