હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ અને ભારતીય છુઃ મોહમ્મદ શમી

Spread the love

મારે સજદા કરવો હોય તો મને કોણ રોકી શકે? જો હું તે કરવા માંગતો હતો, તો હું તે કરીશઃ પેસ બોલરનો ટીકાકારોને જવાબ


નવી દિલ્હી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. જેમાં ત્રણ વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. શમીએ બીજી 5 વિકેટ હોલ શ્રીલંકા સામે લીધી હતી. આ 5 વિકેટ લેવા બાદ શમી જમીન પર બેસી ગયો હતો. જેને જોઇને લોકોએ કહેવાનું શરુ કર્યું હતું કે તે સજદા કરવા ઈચ્છે છે પરંતુ તે તેમ કરી શકાયો નહીં. શમીએ પોતાનું મૌન તોડ્યું અને આ મામલે જવાબ આપ્યો હતો.
એક પ્રોગ્રામમાં શમીએ સજદાને લઈને જવાબ આપતા કહ્યું કે શું પહેલા મેં આવ્યું ક્યારેય કર્યું છે? તેણે એમ પણ કહ્યું કે જો તે સજદા કરવા માંગતો હતો તો તેને કોણ રોકી શકતું હતું. શમીએ જમીન પર બેસવાને લઈને કહ્યું, ‘મારે સજદા કરવો હોય તો મને કોણ રોકી શકે? જો હું તે કરવા માંગતો હતો, તો હું તે કરીશ. હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ અને ભારતીય છું. શું મેં આ પહેલા ક્યારેય 5 વિકેટ ઝડપીને સજદા કર્યા છે? મેં ઘણી 5 વિકેટ ઝડપી છે.’
શમીએ વન-ડે વર્લ્ડ કપ2023ની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પછી તેની આગામી પાંચ વિકેટ શ્રીલંકા સામે આવી, જેમાં તેણે માત્ર 18 રન આપીને 5 વિકેટ લીધી હતી. ત્યારબાદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં 57 રન આપીને 7 વિકેટ મેળવી હતી. શમી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 7 મેચમાં 10.71ની એવરેજથી 24 વિકેટ પોતાના નામે કરી હતી.

Total Visiters :105 Total: 1501149

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *