હાર્દિકને મુંબઈનો સુકાની બનાવાતા સુર્યકુમારનું દીલ તૂટી ગયું

Spread the love

સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર દિલ તૂટવા વાળી ઈમોજી શેર કરી છે, આ પોસ્ટના કેપ્શનમાં તેણે કઈ લખ્યું નથી


મુંબઈ
મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદથી હટાવવાના નિર્ણયનો તેના ફેન્સ ખુબ વિરોધ કરી રહ્યા છે. કેટલાંક ફેન્સ મુંબઈ ઇન્ડિયન્સન જર્સી સળગાવી રહ્યા છે તો કેટલાંક તેની ટોપી બાળી રહ્યા છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલા ભારતની ટીમના ટી20આઈ કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટે તેના અને મુંબઈના ચાહકોને ચોંકાવી દીધી છે. ચાહકો આ પોસ્ટના અલગ અલગ અર્થ લઈ રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર દિલ તૂટવા વાળી ઈમોજી શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે કઈ લખ્યું નથી. પરંતુ તેના આ પોસ્ટ પર તેના ફેન્સ રિએક્ટ કરી રહ્યા છે. કેટલાંક ફેન્સનું માનવું છે કે સૂર્યાએ રોહિતને કેપ્ટન પદથી હટાવવા પર રિએક્ટ કર્યું છે. જયારે કેટલાંક લોકોનું માનવું છે કે સૂર્યાને મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની નથી આપવામાં આવી જેના કારણે તેનું દિલ તૂટી ગયું છે.
જણાવી દઈએ કે મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રોહિત શર્માને કેપ્ટન પદથી હટાવી દીધો હતો. ફ્રેન્ચાઈઝીએ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવ્યો છે. આ પહેલા એવો અટકળો હતી કે સૂર્યકુમાર યાદવને મુંબઈનો નવો કેપ્ટન બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *