રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહની યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોની ધરપકડ કરવાની માગ કરી રહ્યા છે
સોનિપત
કુસ્તીબાજોના સમર્થનમાં શનિવારે હરિયાણાના સોનિપતમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે, અમે એશિયન ગેમ્સ ત્યારે જ રમીશું જ્યારે આ સમગ્ર મામલો ઉકેલાઈ જશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહની યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.
સાક્ષી મલિકે કહ્યું કે બ્રિજભૂષણ સિંહની ધરપકડ થવી જોઈએ. જો તે બહાર રહેશે તો ભયનું વાતાવરણ રહેશે. પહેલા ધરપકડ, પછી તપાસ. અમને સમર્થન મળી રહ્યું છે. અમે સત્યની લડાઈ લડી રહ્યા છીએ. કેટલાક ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.
બીજી બાજુ મહાપંચાયતમાં હરિયાણા અને પંજાબના ખાપ અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક, સત્યવ્રત કડિયાન અને વિનેશ ફોગટના પતિ સોમવીર રાઠી પણ મહાપંચાયતમાં ભાગ લેવા આવ્યા હતા. બજરંગ પુનિયાએ મહાપંચાયત સામે કહ્યું, આ મારી બ્રિજભૂષણ સાથેની અંગત લડાઈ નથી. આ લડાઈ બહેનો/દીકરીઓના સન્માન માટે છે. અમે 15મી જૂન સુધી રાહ જોઈશું. અમારું આંદોલન પૂરું થયું નથી. જો સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો અમે 15 જૂન પછી જંતર-મંતર પર અમારો વિરોધ ફરી શરૂ કરીશું.