હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી કરા પડવાની સંભાવના, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 15 જૂનના રોજ આંધી તોફાન સાથે વરસાદ પડશે
નવી દિલ્હી
છેલ્લા કેટલાક દિવસથી લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. અને હવે ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળ અને કર્ણાટકમાં મોનસુને દસ્તક આપી દીધી છે. અને સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેઠા પછી ધીરે ધીરે સમગ્ર દેશમાં ચોમાસુ બેસી જતું હોય છે. તેથી હવે કેટલાક રાજ્યોમાં ધીરે ધીરે ચોમાસુ બેસી જશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં કેટલાક રાજ્યોમાં ચામડી દજાડે તેવી ગરમીમાંથી મહદ્દઅંશે લોકોને રાહત મળી શકશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે યુપી બિહાર સહિત કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મોસમ વિભાગે આપેલી જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશને છોડી બાકીના રાજ્યોમાં અહી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરવામા આવી છે. જો કે તેમાં વીજળીના કડાકા સાથે આંધી- તોફાન જોવા મળશે. તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી કરા પડવાની સંભાવના રહેલી છે. આ સિવાય રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 15 જૂનના રોજ આંધી તોફાન સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.