સાઉથ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ 5 વિકેટ ઝડપી, ગઈકાલે મેચના પ્રથમ દિવસે વરસાદના કારણે 90 ઓવર રમાઈ શકી ન હતી
સેન્ચ્યુરીયન
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમ 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં મેચની શરૂઆતથી ધબડકો જોવા મળ્યો હતો, જોકે કે.એલ.રાહુલે બાજી સંભાળી સદી નોંધાવી છે, જ્યારે સાઉથ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ 5 વિકેટ ઝડપી છે. ગઈકાલે મેચના પ્રથમ દિવસે વરસાદના કારણે 90 ઓવર રમાઈ શકી ન હતી. ભારતે પ્રથમ દિવસે 59 ઓવરમાં 208/8 રન નોંધાવ્યા હતા. આ અગાઉ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતની પ્રથમ ઈનિંગ્સ
કાગીસો રબાડાની ઓવરમાં રોહિત શર્મા 5 રને આઉટ (13/1)
નાંદ્રે બર્ગરની ઓવરમાં યશસ્વી જયસ્વાલ 17 રને આઉટ (23/2)
નાંદ્રે બર્ગરની ઓવરમાં શુભમન ગિલ 2 રને (24/3)
કાગીસો રબાડાની ઓવરમાં શ્રેયસ ઐયર 31 રને આઉટ (92/4)
કાગીસો રબાડાની ઓવરમાં વિરાટ કોહલી 38 રને આઉટ (107/5)
કાગીસો રબાડાની ઓવરમાં રવિચંદ્રન અશ્વિન 8 રને આઉટ (121/6)
કાગીસો રબાડાની ઓવરમાં શાર્દુલ ઠાકુર 24 રને આઉટ (164/7)
માર્કો જેન્સેનની ઓવરમાં જસપ્રિત બુમરાહ 1 રને આઉટ (191/8)
ગેરાલ્ડ કોએત્ઝીની ઓવરમાં મોહમ્મદ સિરાજ 5 રને આઉટ (238/9)
નાંદ્રે બર્ગરની ઓવરમાં કે.એલ.રાહુલ 101 રને આઉટ (245/10)
સાઉથ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ 5 વિકેટ, નાંદ્રે બર્ગર 3, માર્કો જેન્સેન અને ગેરાલ્ડ કોએત્ઝી 1-1 વિકેટ ઝડપી છે.