Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

રાહુલની સદીએ ભરત, ઈશાન અને પંતના ટેસ્ટ ટીમમાં સ્થાન અંગે શંકા

Spread the love

ટીમ મેનેજમેન્ટ થોડા સમય બાદ ફરીથી કે.એલ રાહુલને વિકેટકીપરની જવાબદારી સોંપી શકે છે


નવી દિલ્હી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાઈ રહલી પ્રથમ ટેસ્ટમેચમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. જો કે આ પછી કે.એલ રાહુલે ભારતીય ઇનિંગને સંભાળી અને સાઉથ આફ્રિકાના બોલરોને રિમાન્ડ પર લીધા. તેણે મુશ્કેલ વિકેટ પર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. રાહુલે 137 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શનના કારણે તેણે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. જયારે રાહુલની આ સદીના કારણે ત્રણ ખેલાડીઓના ટેસ્ટ કરિયર પર તલવાર લટકી રહી છે.
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એસ ભરતનું વિકેટકીપિંગ કૌશલ ખુબ જ સારું છે. પરંતુ તેની બેટિંગ એક નબળી કડી છે. આવી સ્થિતિમાં કે.એલ રાહુલ તેને ટેસ્ટ ટીમથી ખુબ જ આરામથી રિપ્લેસ કરી શકે છે. ટેસ્ટ ટીમમાં કે.એસ ભરતને જગ્યા મળવી ખુબ જ મુશ્કેલ છે.
ભારતીય ટીમનો યુવા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને વ્હાઈટ બોલ ક્રિકેટમાં પોતાને સાબિત કર્યો છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેની પાસે વધુ અનુભવ નથી. ઇશાન સતત એક વર્ષથી ભારતીય ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો છે. પરંતુ તેને રમવાની વધુ તક મળતી નથી. હવે કે.એલ રાહુલના સદી ફટકાર્યા બાદ કદાચ કિશનનું નામ રેડ બોલ માટે વિચારવામાં નહીં આવે. હવે તેના માટે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ લાગી રહી છે.
રિષભ પંતનો ગયા વર્ષે ડિસેમ્બરમાં એક ભયાનક કાર અકસ્માત થયો હતો. ત્યારથી તે ક્રિકેટથી દૂર છે અને હવે તે ઝડપથી રિકવર કરી રહ્યો છે. આઈપીએલમાં તેના પુનરાગમનની પૂરી સંભાવના છે. તેમાં કોઈ શંકા નથી કે પંત તેના આગમન બાદ ભારતીય ટીમનો પ્રથમ પસંદગીનો વિકેટકીપર બની જશે, ખાસ કરીને ટેસ્ટમાં તેનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. પરંતુ જો તે ટીમમાં આવ્યા પછી પરફોર્મ કરી નહીં શકે, તો ટીમ મેનેજમેન્ટ થોડા સમય બાદ ફરીથી કે.એલ રાહુલને વિકેટકીપરની જવાબદારી સોંપી શકે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *