ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરાશે

Spread the love

ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે

ન્યૂયોર્ક

સૂત્રોના અહેવાલ અનુસાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી શકે છે. ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ ઐતિહાસિક અવસરે વડાંપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશના તમામ રામ ભક્તોને સંબોધિત કરશે. ભાજપે કહ્યું છે કે તે સમગ્ર દેશમાં બૂથ સ્તરે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરશે. એક અહેવાલ અનુસાર ભાજપના કાર્યકર્તાઓને આ સમારોહના જીવંત પ્રસારણ માટે બૂથ સ્તર પર મોટી સ્ક્રીન લગાવવાની સૂચના આપવામાં આવી છે.

સૂત્રોએ કહ્યું કે આ રીતે સામાન્ય લોકો રામલલ્લાના દર્શન કરી શકશે અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને પણ નિહાળી શકશે. આ સમારોહ માટેની વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થવાની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદી સમારોહની તૈયારીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેમણે જે ધાર્મિક વિધિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે તેની વિગતવાર માહિતી પણ માંગી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *