કોંગ્રેસ આવા નિરર્થક પ્રશ્નો ઉભા કરી જનસામાન્યનું વિશેષત: ઈંડીયા ગઠબંધનના સાથી પક્ષોનું ધ્યાન બીજે દોરવા પ્રયત્નો કરી રહ્યાનો આક્ષેપ
નવી દિલ્હી
વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા એલાયન્સ હજી સુધી સીટ સેરિંગની ફોર્મ્યુલા તો શોધી શક્યું નથી. તે પહેલા જ તેને ઈવીએમ અંગેની ચિંતા સતાવે છે. કોંગ્રેસે અત્યારથી જ તે અંગે રાગમાં લાવ્યાો છે. કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે ઈવીએમ અંગે ચુંટણી પંચે આપેલા લેખિત જવાબ સંદર્ભે કહ્યું હતું કે વીવીપી-૨ અને ઈવીએમના પ્રશ્નો માત્ર કોંગ્રેસના જ નથી તમામ પક્ષોના છે.
વાસ્તવમાં કોંગ્રેસે ઈવીએમ અને વીવીપીએટી અંગે ચિંતા વ્યક્ત કરતો ચુંટણી પંચને પત્ર લખ્યો હતો. જેનો ચુંટણી પંચે સ્પષ્ટ જણાવી આપતા જણાવ્યું હતું કે વીવીપીએટી કે ઈવીએમમાં કોઈ ગોલમાલ થવાની સંભાવના જ નથી. આમ છતાં ઈંડીયા-ગઠબંધને આક્ષેપો કર્યા હતા કે તેમાં ગોલમાલ થવાની સંભાવના છે.
રમેશે કહ્યું કે પંચ તે સારી રીતે જાણે છે કે વીવીપીએટી સંબંધે કોઈ પણ ન્યાયિક કાર્યવાહી લંબાય તો પણ તે રાજકીય પક્ષોની માગણીઓ કે સુચનાઓ તો સાંભળી જ શકે છે. તેમ કરવા ઉપર તો કોઈ પ્રતિબંધ નથી જ.’
આ અંગે નિરીક્ષકો કહે છે કે એક તરફ ઈંડીયા ગઠબંધનમાં બધું બરોબર ચાલતું નથી. સીટ વહેંચણી માટે હજી મતભેદોનો ચરૂ ઊકળે છે. તે સંજોગોમાં કોંગ્રેસ આવા નિરર્થક પ્રશ્નો ઉભા કરી જનસામાન્યનું વિશેષત: ઈંડીયા ગઠબંધનના સાથી પક્ષોનું ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્નો કરી રહ્યા હોય તેમ સ્પષ્ટ લાગે છે.