આ હુમલાથી બહુ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, તે સામે ઈલાજ કરનારાઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ
તેલઅવીવ
ઈઝરાયલે ફરી હમાસના સ્થાનો પર ગાઝાપટ્ટીમાં જોરદાર હુમલા શરૂ કર્યા છે. તેનું કહેવું છે કે તેણે હમાસના કમાન્ડ સેન્ટરને પુરેપુરું ધ્વસ્ત કરી નાખ્યું છે અને ઉત્તર ગાઝામાં હમાસનું નેટવર્ક ધ્વસ્ત કરી નાખ્યું છે. ઈઝરાયલી સેનાએ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ”અલ-સીફસા-માર્ટ્સ” હોસ્પિટલ ઉપર ફરી જોરદાર હુમલા કર્યા છે. તેનું કહેવું છે કે હમાસ આતંકવાદીઓ આ હોસ્પિટલમાં આશ્રય લઈ રહ્યા છે.
અલ-જજીરાના રીપોર્ટ પ્રમાણે આ હુમલામાં ૧૦૦ થી વધુ લોકો લાપત્તા થયા પરંતુ ડબલ્યુએચઓ અને યુએન ના આજના (સોમવાર) રીપોર્ટ પ્રમાણે તે હોસ્પિટલના મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ તથા ૬૦૦ દર્દીઓ ”ગાયબ” થઈ ગયા છે. તેમનો પત્તો લાગતો નથી.
જોકે આ હુમલાથી બહુ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તે સામે ઈલાજ કરનારાઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ છે. હોસ્પિટલના ડાયરેકટરનું કહેવું છે કે ઓછામાં ઓછા ૬૦૦ દર્દીઓ અને હેલ્થ વર્ક્સને હોસ્પિટલ છોડાવી પડી છે. આમ છતાં નવા દર્દીઓ આવતા જ જાય છે. દરેક મીનીટે આવતા જાય છે.
હુમલા કરતા પહેલા અમે તે સમગ્ર વિસ્તાર ખાલી કરવા ચેતવણી આપી જ હતી. તેમ ઈઝરાયલનું કહેવું છે.
અત્યારે તો ત્યાં પરિસ્થિતિ તેવી છે કે સેંકડો દર્દીઓને તપાસવા માટે માત્ર એક કે બે જ તબીબો રહ્યા છે. હોસ્પિટલ માત્ર ૩૦ ટકા સ્ટાફથી કામ કરે છે. ‘વ્હુ’ના ડાયરેકટર જનરલે કહ્યું કે હોસ્પિટલની હાલત ઘણી જ ખરાબ છે. ફર્શ ઉપર લોહી રેલાઈ રહ્યું છે દર્દીઓ પડયા છે. તેમને ડોકટરો સુધી પહોંચાડવા પણ મુશ્કેલ છે.
ઈઝરાયલ વૈશ્વિક દબાણની પણ પરવાહ કર્યા સિવાય સતત રહેણાકના વિસ્તારો ઉપર પણ હુમલા કરી રહ્યું છે. ગાંઝાનું આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે હજી સુધીમાં ૨૨૭૨૨ ના મૃત્યુ થયા છે. જેમાં મહદ્અંશે મહિલાઓ અને બાળકો છે. ઈઝરાયલ કહે છે કે તે હમાસના કેન્દ્રોને જ નિશાન બનાવે છે. હમાસના કમાન્ડરો હોસ્પિટલોમાં છુપાયા છે. તે ઉપરાંત તેમનું સુરેગ નેટવર્ક ઘણું મોટું છે.