કમાન્ડર વિસમ અલ તાવિલ સરહદ નજીક તેના સાથીદારો સાથે મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન જ ડ્રોન હુમલામાં માર્યો ગયો
જેરૂસલેમ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે ત્યારે ઈઝરાયલી સેનાએ ગઈકાલ રાત્રે ગાઝામાં હમાસના સ્થાનો અને લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર વિસમ અલ તાવિલ ઠાર માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે 2023ની 7મી ઓક્ટોબરે યુદ્ધ શરુ થયુ હતું જે હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયલી સેનાએ ગઈકાલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર વિસમ અલ તાવિલ ઠાર માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે. અલ તાવિલ સરહદ નજીક તેના સાથીદારો સાથે મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન જ ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. આ હુમલા સામે હિઝબોલ્લાએ તીખી પ્રતિક્રિયા આપી હતી અને ઈઝરાયલને ભારે કિંમત ચૂકવવાની ચેતવણી પણ આપી હતી.
આ અગાઉ પણ ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લાના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા હતા જેમાં હમાસના બીજા ક્રમના સૌથી મોટા નેતા સાલેહ અલ અરુરીને ઠાર માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં 23 હજારથી વધુ પેલેસ્ટિની નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે તેમજ ઘણા પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે.