અલબામામાં આરોપીને નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડની સજા

Spread the love

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર આટલી ક્રૂર મોતની સજા આપવામાં આવશે

વોશિંગ્ટન

અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં અલબામામાં એક વ્યક્તિને એવી મોત આપવામાં આવશે કે જેની ચર્ચા વિશ્વમાં થશે. અમેરિકામાં અલબામામાં એક ફેડરલ ન્યાયાધીશે નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને મંજૂરી આપી છે, જો ઉચ્ચ અદાલત દ્વારા આ નિર્ણયને રોકવામાં નહીં આવે તો અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર આટલી ક્રૂર મોતની સજા આપવામાં આવશે. 

આ સજા જે વ્યક્તિને આપવામાં આવી છે તેનું નામ કેનેથ યૂજીન સ્મિથ છે જેના પર વર્ષ 1988માં એક પાદરીના કહેવાથી એક મહિલાની હત્યા કરવાનો આરોપ છે. આ મહિલા એટલે બીજુ કોઈ નહીં પણ એ પાદરીની પત્ની જ હતી જેનું નામ એલિઝાબેથ સેનેટ હતું અને તેમણે આ કામ માટે જ સ્મિથને રાખ્યો હતો જેના માટે સ્મિથને 1 હજાર યુએસ ડૉલર મળ્યા હતા. યુએસ ડિસ્ટ્રિકટ જજ આર. ઓસ્ટિન હફેકરે અલબામાના કેદી યુજીન સ્મિથની નાઈટ્રોજન હાયપોક્સિયા દ્વારા 25 જાન્યુઆરીએ આપવામાં આવનાર મોતની સજાને રોકવાની વિનંતીને નકારી કાઢી હતી. 

સ્મિથના વકીલો આ સજાની ટીકા કરી રહ્યા છે તેમજ તેમનું કહેવું છે કે એક બિનઉપયોગી પદ્ધતિ માટે તેમના ક્લાયન્ટને ‘ટેસ્ટ સબ્જેક્ટ’ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેઓ આ નિર્ણય સામે અપીલ કરી શકે છે. સ્મિથને ગયા વર્ષે પણ એક ઘાતક ઈન્જેક્શન વડે મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર આ થઈ શક્યું ન હતું. નાઈટ્રોજન ગેસથી મૃત્યુદંડનો નિર્ણય ડિસેમ્બરમાં કોર્ટની સુનાવણી બાદ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *