અમદાવાદ
દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)-બોપલ, અમદાવાદની ધોરણ-8 ની વિદ્યાર્થીની દિવિજા તોષનીવાલે ‘CBSE વેસ્ટ ઝોન તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ-2025’માં ઉલ્લેખનીય કૌશલ્ય અને દૃઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું છે. અંડર-14 ગર્લ્સ કેટેગરી (35-38 કિગ્રા વજન જૂથ) માં ભાગ લેતા, દિવિજાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. તેણીની આ સિદ્ધિ પર, DPS-બોપલ સમુદાય હર્ષ અને સન્માનની લાગણી અનુભવે છે.

આ ચેમ્પિયનશિપ 3 થી 5 ઓગસ્ટ, 2025 દરમિયાન ગાંધીનગર સ્થિત પિનેકલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેણીને CBSE નેશનલ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપમાં યોગ્ય સ્થાન મળ્યું છે.
DPS-બોપલ સમુદાયે આ ઉલ્લેખનીય સિદ્ધિ બદલ દિવિજાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે તેમજ તેણી, નેશનલ ચેમ્પિયનશિપમાં સતત સફળતા મળવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી છે.
