રણજી ટ્રોફીમાં મુંબઈ અને કેરળની મેચમાં મેદાન પર વાપસી નહી કરી શકે
નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના ઘુટણની ઈજા ફરી સામે આવી છે. જેના કારણે તેણે બીસીસીઆઈને બે અઠવાડિયા માટે આરામની માંગ કરી છે. જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન શાર્દુલના ઘૂંટણમાં ઈજા થઇ હતી. તે સમયે કહેવામાં આવ્યું હતું કે ઈજા વધારે ગંભીર નથી અને તે રણજી ટ્રોફીમાં મુંબઈ અને કેરળની મેચમાં મેદાન પર વાપસી કરી શકે છે. પરંતુ હવે તે આ મેચમાં રમી શકશે નહીં.
જણાવી દઈએ કે ટીમમાં પસંદગી માટે હવે શ્રેયસ અય્યર પણ ઉપલબ્ધ નથી, કારણ કે તે ઇંગ્લેન્ડ સામે આગામી 5 મેચની ટેસ્ટ સીરિઝની તૈયારી કરી રહ્યો છે. હવે શિવમ દુબેને મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિવમ અફઘાનિસ્તાન સામે રમાનાર અંતિમ ટી20આઈ બાદ મુંબઈની ટીમમાં જોડાશે.
ટર્નિંગ પિચને જોતા મુંબઈ ટીમના પસંદગીકારોએ હિમાંશુ સિંહને ટીમમાં સામેલ કર્યો છે. હિમાંશુ ઓફ સ્પિનર બોલર છે, જે 16 સભ્યોની ટીમનો ભાગ છે. હિમાંશુ સિંહ પ્રથમવાર રણજી ટ્રોફી રમતા દેખાશે. તેણે લોકલ ક્રિકેટ અને સીકે નાયડૂ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેથી તેણે મોકો આપવામાં આવ્યો છે.
મુંબઈની 16 સભ્યોની ટીમ
અજિંક્ય રહાણે (સુકાની), ભૂપેન લાલવાણી, જય બિસ્તા, અમોઘ ભટકલ, શિવમ દુબે, પ્રસાદ પવાર (વિકી), હાર્દિક તામોરે (વીકી), સુવેદ પારકર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, ધવલ કુલકર્ણી, રોયસ્ટન ડાયસ, અથર્વ અંકોલેકર, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા, હિમાંશુ સિંહ