ભારત અને ચીનની બોર્ડર પર આવેલા અરૂણાચલ પ્રદેશમાંથી ઉજવણીની તસવીરો સામે આવી
નવી દિલ્હી
ગઇ કાલનો 22 જાન્યુઆરીનો દિવસ ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓ માટે મહત્વનો હતો, કેમ કે ગઇકાલના પાવન દિવસે ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના નિજધામ પહોંચ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ અને રામલ્લાને વૈદિક મંત્રોચ્ચારથી બિરાજમાન કરાયા હતા. આ અવસરની ઉજવણી ભારત-ચીન બૉર્ડર પર પણ જોવા મળી હતી, ભારતીય સેના અને ચીની સેનાના સૈનિકોએ એકબીજાને મોં મીઠુ કરાવ્યુ હતુ, આ ઘટનાની તસવીરો હાલમાં સામે આવી છે.
ગઇકાલે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામલલ્લાની પહેલી આરતી ઉતારીને દેશ માટે મંદિરને ખુલ્લુ મુક્યુ હતુ, આની ઉજવણી સમગ્ર દેશમાં જોવા મળી હતી, ત્યારે હવે હાલમાં તસવીરો બૉર્ડર પરથી સામે આવી છે, જેમાં ભારતીય સેનાના જવાનો પણ રામભક્તિમાં લીન થયેલા જોવા મળી રહ્યાં છે. ભારત અને ચીનની બોર્ડર પર આવેલા અરૂણાચલ પ્રદેશમાંથી તસવીરો સામે આવી છે, જેમાં જોઇ શકાય છે કે, અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અરુણાચલ પ્રદેશમાં આવેલી ભારત અને ચીન બોર્ડર ઉપર બન્ને દેશના જવાનો શાનદાર રીતે ઉજવણી કરી રહ્યાં છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, અરુણાચલ પ્રદેશની બૉર્ડર પર ભારત અને ચીનના જવાનો એકસાથે બેસેલા છે, આ દરમિયાન ભારતીય જવાનો ચીનના જવાનોને જય શ્રી રામના નારા શીખવાડીને, નારા લગાવડાવી રહ્યાં છે. આ પ્રસંગની તસવીરોમાં બન્ને દેશના સૈનિકો જય શ્રી રામ બોલી રહ્યાં છે. આ પછી ભારતીય સેનાના જવાનો ચીનના જવાનોનું મીઠાઇ ખવડાવીને મોંઢુ મીઠું કરાવતા દેખાઇ રહ્યાં છે.