તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ ખતમ થવાનો સમય આવી ગયો છેઃ આચાર્ય પ્રમોદ

Spread the love

કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા


નવી દિલ્હી
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા જગાવી છે. તેમણે એક વીડિયો શેર કરતાં કહ્યું કે તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ ખતમ થવાનો સમય આવી ગયો છે. ખાસ વાત એ છે કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધિએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ સાથે કરી હતી.
આચાર્ય પ્રમોદે લખ્યું કે તમિલનાડુમાં હવે ડેન્ગ્યૂ (ડી) મલેરિયા (એમ) કોઢ (કે) ખતમ થવાનો સમય આવી ગયો છે. જય-જય શ્રી રામ. ખાસ વાત એ છે કે સીએમ સ્ટાલિનની પાર્ટીનું નામ પણ ડીએમકે છે. સાથે જ તેમણે એક જૂલુસનો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ભગવો ધ્વજ હાથમાં લઈને ચાલી રહી છે. માહિતી અનુસાર આ જૂલુસ તમિલનાડુની રાજધાની ચેન્નઈનો છે.
તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વંશવાદની રાજનીતિને લઇને રાજકીય પક્ષો પર નિશાન તાક્યું હતું. સીએમ કુમારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને યાદ કર્યા અને કહ્યું કે તેમણે ક્યારેય પરિવારવાદ નહોતો કર્યો. તેના પર આચાર્ય પ્રમોદે કહ્યું કે ‘એસપી, બીએસપી, ટીએમસી, ડીએમકે, આરજેડી સાથે શિવસેનાને પણ લપેટી નાખી… ઈન્ડિયા ગઠબંધનની શું અદભૂત વ્યાખ્યા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *