બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો
દુબઈ
આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગયો છે. બુમરાહ પ્રથમ વખત ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં બુમરાહે એક રીતે ઈતિહાસ રચ્યો છે. બુમરાહ આ પહેલા ક્યારેય આસીસી ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાનથી ઉપર નથી પહોંચ્યો. બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં 3 વિકેટ પોતાના નામે કરી હતી. બુમરાહે આ મેચમાં 91 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. બુમરાહના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે 5 મેચની સીરિઝમાં 106 રનથી શાનદાર વાપસી કરી હતી. આ રીતે બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
જસપ્રીત બુમરાહ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન સૌથી ઝડપી 150 વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર બની ગયો હતો. બુમરાહે વર્ષની શરૂઆતમાં કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે 61 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. હવે ઇંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં 45 રન આપીને 6 વિકેટ ઝડપી વર્ષ 2024 માટે બે વખત 5 વિકેટ હોલ પોતાના નામે કરી ચૂક્યો છે.