આઈસીસીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની રેસમાં ત્રણ ભારતીય

Spread the love

ભારતીય કેપ્ટન ઉદય સહારન, સૌમ્ય પાંડે અને મુશીર ખાનને આઈસીસી અંડર-19 વર્લ્ડકપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા


દુબઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ રમાનાર છે. ભારતે પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઈનલમાં ટકરાશે. આ પહેલા વર્ષ 2012 અને 2018માં ભારતીય ટીમે જીત મેળવી હતી. અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ પહેલા આઈસીસીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે શોર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ભારતીય કેપ્ટન ઉદય સહારન, સૌમ્ય પાંડે અને મુશીર ખાનને આઈસીસી અંડર-19 વર્લ્ડકપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
આઈસીસીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની આ વર્ષની આવૃત્તિમાં ઘણા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ જોવા મળ્યા છે. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવાની રેસ આઠ ખેલાડીઓ સુધી મર્યાદિત રહી છે.”
સૌમ્ય પાંડેએ ટુર્નામેન્ટમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે વિપક્ષી ટીમને મિડલ ઓવરમાં ઝડપથી રન બનવતા અટકાવ્યા છે. પાંડેની 2.44ની ઈકોનોમી ટુર્નામેન્ટમાં 5થી વધુ વિકેટ લેનારા તમામ બોલર્સમાં સર્વશ્રેષ્ઠ છે. તેણે ત્રણ વખત મેચમાં 4 વિકેટ ઝડપી છે. તેણે 6 મેચમાં કુલ 17 વિકેટ ઝડપી છે.
ઓલરાઉન્ડર મુશીર ખાન અંડર-19 વર્લ્ડકપ 2024માં 2 સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. તેણે ન્યુઝીલેન્ડ સામે સર્વશ્રેષ્ટ 131 રન બનાવ્યા હતા. મુશીરે 6 મેચમાં 338 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 67.60ની રહી છે. તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને છે. આ ઉપરાંત મુશીરે 6 વિકેટ પણ ઝડપી છે.
ભારતીય ટીમનો કેપ્ટન ઉદય સહારન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો સૌથી મોટો દાવેદાર છે. તેણે અત્યાર સુધી સૌથી વધુ રાંદ બનાવ્યા છે. તેના નામે 6 મેચમાં 389 રન છે. તેની એવરેજ 64.83 છે. તેના નામે એક સદી પણ છે. તેની કેપ્ટનશિપમાં ઉદયે ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું છે. જો તે ટાઈટલ જીતે છે તો તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ જીતી શકે છે.
ક્વેના મફાકા (સાઉથ આફ્રિકા), ઉબેદ શાહ (પાકિસ્તાન), સૌમ્ય પાંડે (ભારત), મુશીર ખાન (ભારત), જ્વેલ એન્ડ્ર્યુ (વેસ્ટ ઈન્ડિઝ), હ્યુગ વેઈબગેન (ઓસ્ટ્રેલિયા), ઉદય સહારન (ભારત), સ્ટીવ સ્ટોક (સાઉથ આફ્રિકા)

Total Visiters :143 Total: 1499401

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *