સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં પ્રસુન્ના પારેખને ત્રણ ટાઇટલ

Spread the love

ગાંધીધામ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વર્તમાન વેટરન્સ નેશનલ ચેમ્પિયન અને મોખરાના ક્રમની પ્રસુન્ના પારેખે ત્રણ ટાઇટલજીતી લીધાં હતાં.

આ ટુર્નામેન્ટ ભૂજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે જેમાં વેન્યૂ પાર્ટનર સ્પિન્ટર્સ ક્લબ અને ઇક્વિપમેન્ટ સહકાર સ્ટિગા દ્વારા સાંપડેલો છે.

મોખરાના ક્રમના પ્રસુન્ના પારેખે વડોદરાના શીતલ શાહને વિમેન્સ 39+ કેટેગરીની ફાઇનલમાં 3-0થી હરાવ્યા હતા. ત્યાર બાદ મિક્સ ડબલ્સ 39+માં પારેખ અને ગૌરવ દોશીએ મળીને અમિષ પેલ અને શીતલ શાહની જોડીને 3-1થી હરાવીને બીજું ટાઇટલ જીત્યું હતું.

ત્યાર બાદ પારેખ અને શીતલ શાહે વિમેન્સ 39+ ડબલ્સની ફાઇનલમાં દિવ્યા પંડ્યા અને સોનલ જોશી સામે વિજય હાંસલ કર્યો હતો.

ભાવનગરની સોનલે વિમેન્સ 49+ ટાઇટલ જીતવા માટે અમદાવાદની નેહા પટેલને 3-1થી હરાવી હતી.

ત્રીજા ક્રમના મિહિર વ્યાસે તેનું શાનદાર ફોર્મ જારી રાખીને બીજા ક્રમના વડોદરાના ભિનાંગ કોઠારીને મેન્સ 39+ કેટેગરીની ફાઇનલમાં 3-0થી હરાવીને ટાઇટલ જીત્યું હતું,

મેન્સ 40+ કેટેગરીમાં સાતમા ક્રમના અમદાવાદના હિરલ મહેતાએ રાજકોટના સિકંદર જામને 3-1થી પરાસ્ત કરીને ટાઇટલ જીત્યું હતું.

તમામ ફાઇનલના પરિણામો
મેન્સ 39+ મિહિર વ્યાસ જીત્યા વિરુદ્ધ ભિનાંગ કોઠારી 3-0 (11-7,13-11,11-8)
વિમેન્સ 39+ પ્રસુન્ના પારેખ જીત્યા વિરુદ્ધ શીતલ શાહ 3-0 (11-1,11-5,11-8)
મેન્સ 49+ હિરલ મહેતા જીત્યા વિરુદ્ધ સિકંદર જામ 3-1 (11-4,11-9,4-11,12-10)
વિમેન્સ 49+ સોનલ જોશી જીત્યા વિરુદ્ધ નેહા પટેલ 3-1(13-11,8-11,11-8,11-4)
મેન્સ 59+ સતીષ પટેલ જીત્યા વિરુદ્ધ સંજય તયાલ 3-1 (5-11,11-6,11-5,12-10)
વિમેન્સ 59+ ગિરીજા કાબરા જીત્યા વિરુદ્ધ મિનાક્ષી યાજ્ઞિક 3-1
મેન્સ 64+ હરીશ ચંદ્રાણી જીત્યા વિરુદ્ધ ક્ષિતિજ પુરોહિત 3-2 (7 11,11-611-6,8-11,11-7)
વિમેન્સ 64+ કોકીલા પટેલ જીત્યા વિરુદ્ધ જ્યોત્સના જોશી 3-1 (11-3,8-11,11-2,11-9)
મેન્સ 69+ બી એસ વાઘેલા જીત્યા વિરુદ્ધ દિલીપ શાહ 3-1
મેન્સ 74+ નાજમી કિનખાબવાલા જીત્યા વિરુદ્ધ 3-1 (11-5,11-9,10-12,12-10)
મિક્સ ડબલ્સ 39+ ગૌરવ દોશી/પ્રસુન્ના પારેખ જીત્યા વિરુદ્ધ અમિષ પટેલ/શીતલ શાહ 3-1 (10-12,13-11,11-9,11-9)
મિક્સ ડબલ્સ 49+ મહેશ હિંગોરાણી/નેહા પટેલ જીત્યા વિરુદ્ધ પ્રણવ જોશીપુરા/દિવ્યા પંડ્યા 3-2(7-11,11-8,10 17,11 4,12-10)
મિક્સ ડબલ્સ 59+ પરાગ શાહ/ગિરીજા કાબરા જીત્યા વિરુદ્ધ મહેશ રાવલ/ભાવના શાહ 3-0 (11-5,11-6,11-1)
મિક્સ ડબલ્સ 64+ નાજીમ કિનખાબવાલા/કોકીલાબેન જીત્યા વિરુદ્ધ બી એસ વાઘેલા/જ્યોત્સના જોશી 3-1 (8-11,11-8,11-9,11-4)
વિમેન્સ ડબલ્સ 39+ પ્રસુન્ના પારેખ/શીતલ શાહ જીત્યા વિરુદ્ધ દિવ્યા પંડ્યા/સોનલ જોશી 3-0 (11-7,11-5,11-4)
મેન્સ ડબલ્સ 39+ મલય પરીખ/કુનાલ પટેલ જીત્યા વિરુદ્ધ મિતુલ વ્યાસ/તુષાર શાહ 3-0 (11-9,11-9,11-7)
મેન્સ ડબલ્સ 49+ સિકંદર જામ/ગૌરવ દોશી જીત્યા વિરુદ્ધ હિરલ મહેતા/હેતલ શાહ 3-0 (11-5,11-9,11-4)
મેન્સ ડબલ્સ 59+ પરાગ શાહ/અનીલ ભાસ્કરન જીત્યા વિરુદ્ધ સંજય તયાલ/મહેશ રાવલ 3-0 (11-6,11-9,11-6)
મેન્સ ડબલ્સ 64+ હરીશ ચંદ્રાણી/ક્ષિતીજ પુરોહિત જીત્યા વિરુદ્ધ ભરતસિંહ પરમાર/અશોક રાઠોડ 3-1 (10-12,12-10,11-6,11-9)
મેન્સ ડબલ્સ 69+ દિલીપ શાહ/નાજમી કિનખાબવાલા જીત્યા વિરુદ્ધ બી એસ વાઘેલા/ ઇન્દ્રેશ પુરોહિત 3-0 (11-5,11-7,11-3)

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *