5મી કેજી પ્રભુ મેમોરિયલ શૂટીંગ ચેમ્પિયનશિપ 2024નો ઇનામ વિતરણ સમારોહ THE AM & RTA (રાઇફલ ક્લબ) અમદાવાદ ખાતે યોજાયો હતો. મેડલ વિતરણ સમારોહમાં 10M એર ઇવેન્ટ્સ (NR અને ISSF) ના વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી શૂટરોએ 10M એર રાઈફલ અને એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને વિવિધ કેટેગરીમાં પુરુષો, મહિલા, જુનિયર, યુવા, સબ યુથ, માસ્ટર, સિનિયર માસ્ટર કેટેગરીઓનો સમાવેશ થાય છે. જયમીનભાઈ પરીખ, જે.ટી. સેક્રેટરી, અમદાવાદ મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન અને હાજર રહેલા તમામ મહાનુભાવોએ મેડલ વિજેતાઓને મેડલ એનાયત કર્યા હતા.