ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કરે મેન્સ 49+ કેટેગરીમાં શનિવારે અમિત ખંધારને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
આ ટુર્નામેન્ટ ભૂજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે જેમાં વેન્યૂ પાર્ટનર સ્પિન્ટર્સ ક્લબ અને ઇક્વિપમેન્ટ સહકાર સ્ટિગા દ્વારા સાંપડેલો છે.
મલયના સૌથી કપરા હરીફ અને મોખરાના ક્રમના ગૌરાંગ દોશીનો જોકે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં એલ વી ઠાકરે સામે 1-3થી પરાજય થયો હતો.
અમદાવાદના સુનીલ પરમાર અને રાજકોટના સિકંદર જામે તેમની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને મૈન્સ 49+ કેટેગરીમાં આગેકૂચ કરી હતી.
મેન્સ 39+માં મોખરાના ક્રમના વિરલ પટેલ (સુરત) અમદાવાદના અમિશ પટેલ સામે 3-1થી આસાન વિજય હાંસલ કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બીજા ક્રમના ભિનાંગ કોઠારીએ પણ ભાવનગરના ઘનશ્યામ ઠક્કર સામેની મેચમાં 3-0થી વિજય હાંસલ કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ત્રીજા ક્રમના મિહિર વ્યાસને અમદાવાદના વિરલ પટેલ સામેની મચમાં ભારે પડકારનો સામનો કરવો પડ્યો હતો અને અંતે 3-2ના વિજય બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
59+ મેન્સ કેટેગરીમાં ત્રીજા ક્રમના સતીષ પટેલ (વડોદરા)એ મર્ઝબાન ઇટાલિયાને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હત. જ્યારે ગાંધીનગરના હરેશ રાઠોડે પ્રભાકર મોરેને 3-2 હરાવીને ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો હતો. એક અન્ય રોમાંચક મેચમાં અરવિંદ અંબાસ્થાએ સંઘર્ષ કરીને હર્ષ લખવાણીને પરાસ્ત કરી અંતિમ આઠમાં પ્રવેશ કર્યો હતો. જોકે રૂપેશ શાહ માટે મુકાબલો આસન રહ્યો હતો કેમ કે તેણે અનીલ ભાસ્કરનને 3-0થી હરાવ્યા હતા.
પરિણામો
મેન્સ 39+ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલઃ વિરલ પટેલ જીત્યા વિરુદ્ધ અમિશ પટેલ 3-1, ભિનાંગ કોઠારી જીત્યા વિરુદ્ધ ઘનશ્યામ ઠાકુર 3-0, મિહિર વ્યાસ જીત્યા વિરુદ્ધ વિરલ પટેલ 3-2.
મેન્સ 49+ સિંગલ્સ પ્રિ ક્વા. ફાઇનલઃ સિકંદર જામ જીત્યા વિરુદ્ધ મહેશ હિંગોરાણી 3-0, સુનીલ પરમાર જીત્યા વિરુદ્ધ પવન ચૌધરી 3-0, મલય ઠક્કર જીત્યા વિરુદ્ધ અમિત ખંધાર 3-0. એલ વી ઠાકરે જીત્યા વિરુદ્ધ ગૌરવ દોશી 3-1.
મેન્સ 59+ સિંગલ્સ પ્રિ ક્વા. ફાઇનલઃ સતીષ પટેલ જીત્યા વિરુદ્ધ મર્ઝબાન ઇટાલિયા 3-0. હરેશ રાઠોડ જીત્યા વિરુદ્ધ પ્રભાકર મોરે 3-2. અરવિંદ અંબાસ્થા જીત્યા વિરુદ્ધ હરેશ લખવાણી 3-2, રૂપેશ શાહ જીત્યા વિરુદ્ધ અનીલ ભાસ્કરન 3-0, રાજેશ ત્રિવેદી જીત્યા વિરુદ્ધ જયેશ પોંડા 3-0.