ડ્યુકેટની શાનદાર સદી સાથે ભારત સામે ઈંગ્લેન્ડની વળતી લડત, 207/2

Spread the love

ભારતનો પ્રથમ દાવ 445 રનમાં સમેટાયા બાદ ઈંગ્લેન્ડના બેટસમેનો સામે ભારતીય બોલર્સ ઘૂંટણીયે

રાજકોટ

બેન ડ્યુકેટના શાનદાર નો.આ. 133 રનની મદદથી પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંત સધીમાં બે વિકેટના ભોગે 207 રન બનાવી લીધા હતા. દિવસની રમતના અંતે ડ્યુકેટ સાથે જો રૂટ નવ રને રમતમાં હતો.

ભારતે આજે ગઈકાલના પાંચ વિકેટે 326 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને ગઈકાલે શાનદાર સદી ફટકારનારો રવીન્દ્ર જાડેજા તેના ગઈકાલના સ્કોરમાં માત્ર બે રન વધુ ઉમેરીને 112 રને રૂટને વળતો કેચ આપી બેઠો હતો. જોકે એ પછી ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિને સારી લડત આપતા સાતમી વિકેટની ભાગીદારીમાં 77 રન ઉમેર્યા હતા. ભારતની ઈનિંગ્સ 445 રનમાં સમેટાઈ ગઈ હતી. ધ્રુવે 46, અશ્વિને 37 અને બુમરાહે 26 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. રેહાન અહેમદે બે જ્યારે એન્ડરસન, હાર્ટલે અને રૂટે 1-1 વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગ્સની જોરદાર શરૂઆત કરી હતી ખાસ કરીને ડ્યુકેટે આક્રમક રમત બતાવી હતી અને ક્રોવલે સાથે પ્રથમ વિકેટની ભાગીદારીમાં 89 રન ઉમેર્યા હતા. આ ભાગીદારી અશ્વિને ક્રોવલેને 15 રને રજત પાટીદારના હાથમાં ઝિલાવીને તોડી હતી. ક્રોવલે અશ્વિનનો 500મો ઈન્ટરનેશનલ શિકાર હતો. ડ્યુકેટ ઓલી પોપ સાથે મળીને ટીમને વધુ મજબૂત સ્થિતિમાં મૂકે એ પહેલાં સિરાજે તેને 39 રને એલબીડબલ્યુ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ડ્યુકેટે માત્ર 118 બોલમાં 21 બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 133 રન બનાવી લીધા છે અને તે રમતમાં છે. પ્રવાસી ટીમ હજુ ભારતથી 238 રનથી પાછળ છે ને તેની આઠ વિકેટ હાથમાં છે. રમતનો આ હજુ બીજો દિવસ છે.

Total Visiters :78 Total: 1501574

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *