ગુજરાત યુનિવર્સિટીએ આપના નેતાઓ સામે બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો, જેમાં સેશન્સ કોર્ટે બન્નેની અરજીને નકારતા હાઈકોર્ટમાં સમન્સ રદ કરવા અને સ્ટે આપવા અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે બંન્નેની અરજીને ફગાવી દીધી છે. હવે કેસ મેટ્રો કોર્ટમાં જ ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવર્સિટી વિશે બેફામ, વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તે પ્રકારના બદનક્ષીભર્યા નિવેદનો કરવાના પ્રકરણમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. આ નેતાઓ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.