ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર રેપીડ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૪

Spread the love

ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન તીર્થ ચેસ કલબ દ્વારા ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ તા.૨૦.૨.૨૦૨૪ અને ૨૧.૨.૨૦૨૪ના રોજ સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

રેપીડ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૨૦-૨-૨૦૨૪ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે જ્યારે બ્લીટ્‌સ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૨૧-૨-૨૦૨૪ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે શરૂ થશે. અંદાજે કુલ ૧૦૦ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવશે. રેપીડ ટુર્નામેન્ટમાં કુલ રૂા.૨૦૦૦૦/-ના રોકડ ઈનામો પ્રથમ દસ ખેલાડીઓ વચ્ચે તેમજ પ્રથમ ત્રણ વિજેતાને ટ્રોફી જ્યારે બ્લીટ્‌સ ટુર્નામેન્ટમાં કુલ રૂા.૨૦૦૦૦/-ના રોકડ ઈનામો પ્રથમ દસ ખેલાડીઓ વચ્ચે તેમજ તેમજ પ્રથમ ત્રણ વિજેતાને ટ્રોફી દ્વારા નવાજવામાં આવશે. પ્રથમ બે શ્રેષ્ઠ ખેલાડીઓ (રેપીડ અને બ્લીટ્‌સ)ના નાશીક, મહારાષ્ટ્ર ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ ભાવેશ પટેલ (મો) ૯૪૨૬૦૬૪૭૦૨.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *