આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો અભ્યાસ દર્શાવે છે કે 70 ટકા લોકો કરવેરાના લાભ સિવાયના કારણો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરે છે

Spread the love

મુંબઈ

ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે તેનો લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં નાણાંકીય બાબતોનું જ્ઞાન ધરાવતા ગ્રાહકોમાં કરવેરાની બચત તથા હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેના જટિલ સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. “કરવેરાના લાભ પર ધ્યાન સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઊભરતા ટ્રેન્ડ્સ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો રિપોર્ટ” શીર્ષક હેઠળના રિપોર્ટમાં કમસે કમ એક ટેક્સ-સેવિંગ નાણાંકીય રોકાણ કરેલું હોય અને હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવતા હોય અથવા ખરીદવાની ઇચ્છા ધરાવતા હોય તેવા લોકોની પસંદગી અને નાણાંકીય વર્તણૂંકનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆર હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે “ટેક્સ સેવિંગ્સ એન્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ અંગેના અમારા તાજેતરના રિપોર્ટમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે. સ્પષ્ટ છે કે કરવેરાના લાભો મહત્વના છે પરંતુ હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવા માટે મોટાભાગના ગ્રાહકોના નિર્ણય પાછળ તે એકમાત્ર કારણ નથી. પ્રતિભાવ આપનારા માત્ર 30 ટકા લોકોએ જ કરવેરાની છૂટછાટ કે રિબેટને તેનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. અમારા ગ્રાહકોને સૌથી વધુ સ્પર્શેલો મુદ્દો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા અપાતી બાંયધરી અને સુરક્ષા છે જે માત્ર નાણાંકીય લાભ કરતાં સવિશેષ છે. સર્વેમાં બહાર આવેલી વિગતો અમારા ઉદ્યોગની ચર્ચાને નવો આકાર આપે છે અને હેલ્થ ઇન્શ્યોરન્સના મૂળભૂત મૂલ્યને ઉજાગર કરે છે.”

અભ્યાસમાંથી મળેલી મહત્વની બાબતોમાં નીચેના મુદ્દા સમાવિષ્ટ છેઃ

1. માત્ર સુરક્ષા માટે જ હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી – આ ખ્યાલમાં પરિવર્તન

·       માત્ર 30 ટકા ગ્રાહકોએ જ હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી માટેના ટોચના કારણો પૈકીના એક કારણ તરીકે કરવેરા છૂટછાટ કે કરવેરા રિબેટને આગળ ધર્યું જે દર્શાવે છે કે મોટાભાગના ગ્રાહકો માટે કરવેરાના લાભો જ મહત્વના નથી.

·       કામ કરનારી મહિલાઓની સંખ્યા વધી રહી છે ત્યારે આગામી વર્ષે કરવેરા છૂટછાટ માટે મહિલાઓ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની વધુ સંભાવના ધરાવે છે.

2. ભારતીયો શા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદે છે?

·       કેશલેસ ક્લેઇમ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટેની ઇચ્છા માટેનું સૌથી મોટું કારણ હોવાનું જણાયું છે જેના બાદ બચતોની સુરક્ષા તથા વધી રહેલા તબીબી ખર્ચ મેનેજ કરવાના કારણો મળ્યા છે.

·       હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટેના હેતુઓ માત્ર કરવેરાના લાભો પર જ આધારિત નથી.

3. કરવેરા બચત માટેના માહિતી સ્ત્રોતો

·       10માંથી 6 કરતા વધુ લોકો (61 ટકા) કરવેરામાં બચત કેવી રીતે કરવી તે સમજવા માટેની માહિતીના મુખ્ય સ્ત્રોત તરીકે મિત્રો, પરિવાર અને તેમના બેંક રિલેશનશિપ મેનેજર પર આધાર રાખે છે.

·       યુવાન લોકો (21-35 વર્ષના) પબ્લિક ડોમેનમાં રહેલી માહિતી દ્વારા પોતે જાગૃત થવા પર વધુ મદાર રાખે છે. 

4. હેલ્થ ઇન્શ્યોરન્સના તમામ પાસાં સમજવા – સુરક્ષા અને રોકાણ

·       સુરક્ષાના સાધન તરીકે હેલ્થ ઇન્શ્યોરન્સની સમજદારી વધી રહી છે, માત્ર 54 ટકા ગ્રાહકો જ એ વાતથી સંપૂર્ણપણે વાકેફ છે કે તેઓ કેવી રીતે હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકે છે. આ બાબત દર્શાવે છે કે વધુ જાગૃતતા પહેલ હાથ ધરવાની જરૂર છે.

·       હેલ્થ ઇન્શ્યોરન્સનું ભવિષ્ય આશાવાદી છે. હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ ધારકો પૈકી લગભગ 98 ટકાએ આગામી વર્ષ માટે રિન્યૂ કરવાની તૈયારી બતાવી હતી અને 72 ટકા લોકોએ આવતા વર્ષમાં પહેલી વખતત ખરીદી કરવા અથવા વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

5. હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણની બાબતે ભારતના નાણાંકીય બાબતોની સમજ રાખતા ગ્રાહકો સૌથી આગળ છે

·       નાણાંકીય બાબતોની સમજ ધરાવતા નોંધપાત્ર 84 ટકા ગ્રાહકોએ હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરેલુ છે જે દર્શાવે છે કે હેલ્થ કવરેજના મહત્વની સમજ વધી રહી છે.

·       ટેક્સ-સેવિંગ વિકલ્પ તરીકે હેલ્થ ઇન્શ્યોરન્સની પસંદગી નોન-મેટ્રો શહેરોમાં વધી રહી છે જે મોટા શહેરોથી આગળ વધી રહેલી અપીલ પર ભાર મૂકે છે.

·       નાણાંકીય નિર્ણયો લેવામાં ઉંમર અને જીવનનો તબક્કો મહત્વની ભૂમિકા ભજવે છે. 26-45 વર્ષના લોકો મોટાપાયે રોકાણો કરી રહ્યા છે.

6. નાણાંકીય રોકાણો અને ઉંમરનો સંબંધ

·       26-35 વર્ષના લોકોએ આવતા વર્ષે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ, ફિક્સ્ડ ડિપોઝીટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો જે નાણાંકીય આયોજન અંગે સક્રિય અભિગમનો સંકેત આપે છે.

7. બ્રાન્ડને ધ્યાનમાં લેવી

·       કરવેરા સંબંધિત અને તેના સિવાયના કારણો બંને માટે હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ છે

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *