QR કોડ સ્કેન કરી UPI PIN દાખલ કરી બેંકિંગ વિગતો સ્ક્રીન પર દેખાતા વિગતોની પુષ્ટી કર્યા પછી રોકડ જમા કરાવી શકાશે
નવી દિલ્હી
કાર્ડલેસ કેશ ડિપોઝીટની સફળતાને જોઈને RBIએ મોટો નિર્ણય લીધો છે. હવે ATMમાં પૈસા જમા કરાવવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. અત્યાર સુધી ઘણી બેંકો કાર્ડલેસ ડિપોઝીટની સુવિધા પૂરી પાડે છે, પરંતુ RBIએ તેને એક પગલું આગળ વધાર્યું છે અને UPI દ્વારા પૈસા જમા કરવાની સુવિધા ઉમેરી છે.
RBI દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ કેવી રીતે કામ કરશે તે અંગે બેંકો દ્વારા હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર, તમને ATM સ્ક્રીન પર UPI/QR કોડનો વિકલ્પ આપવામાં આવશે. એકવાર તમે તેને સ્કેન કરી લો, પછી તમારે તમારી બેંક વિગતો દાખલ કરવી પડશે.
એટલે કે, QR કોડ સ્કેન કર્યા પછી, જ્યારે તમે UPI PIN દાખલ કરશો, ત્યારે તમારી બેંકિંગ વિગતો સ્ક્રીન પર દેખાશે. અહીં તમને વિગતોની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવશે. એકવાર તમે આની પુષ્ટિ કરી લો, પછી તમારે એટીએમ મશીનમાં રોકડ જમા કરાવવી પડશે. આ પછી આખી પ્રક્રિયા કાર્ડલેસ ડિપોઝીટ દરમિયાન કરવામાં આવતી હોય તેવી જ રહેશે.