અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં છત્તીસગઢનો ગોવા સામે 31 રન આસાન વિજય

Spread the love

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટની એક લીગ મેચમાં છત્તીસગઢનો ગોવા સામે 31 રન આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં છત્તીસગઢે 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 91 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગોવાની ટીમની ઈનિંગ્સ 15.2 ઓવરમાં 60 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં રાધિકા નેતમે 26, નિખિલા નાઈકે 18, કલ્પનાએ 16 રન જ્યારે માનસી ઉપાધ્યાય અને કિરણ વર્માએ 3-3 તથા સિદ્ધિ સવાસેએ બે વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *