કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે દંડની રકમ પર લાખો ડોલરનું વ્યાજ પણ ચૂકવવું પડશે
વોશિંગ્ટન
અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જઈ રહી છે. હવે અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સિવિલ ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ન્યૂયોર્કની એક કોર્ટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટો દંડ ફટકાર્યો છે.
કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન વિરુદ્ધ કાર્યવાહી કરીને લગભગ 355 મિલિયન અમેરિકન ડૉલર એટલે કે 29.46 હજાર કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે દંડની રકમ પર લાખો ડોલરનું વ્યાજ પણ ચૂકવવું પડશે. આ સિવાય કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્ક કોર્પોરેશનમાં અધિકારી કે ડિરેક્ટર તરીકે કામ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું છે કે પૂર્વ પ્રમુખ રાજ્યની અન્ય કોઈ કાનૂની સંસ્થાઓમાં ત્રણ વર્ષ સુધી કોઈ પણ પદ પર રહી શક્શે નહીં તેમજ કોઈપણ રજિસ્ટર્ડ કંપની માટે કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી લોન માટે અરજી કરી શક્શે નહીં.