હાલ સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોનું જ શેડ્યુલ જાહેર કરાયું છે, બાકીની મેચો લોકસભા ચૂંટણી પછી જાહેર કરાશે
નવી દિલ્હી
આઈપીએલની 17મી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં 21 મેચોનું શેડ્યૂલ જ જાહેર કરવામાં આવ્યું છે. આઈપીએલ 2024ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચના રોજ રમાશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. હાલ સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોનું જ શેડ્યુલ જાહેર કરાયું છે, બાકીની મેચો લોકસભા ચૂંટણી પછી જાહેર કરાશે.
ચેન્નઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ આઈપીએલ સિઝનની પ્રથમ મેચ રમશે. અગાઉ ચેન્નઈની ટીમ 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ઉદ્ઘાટન મેચ રમી ચૂકી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. WPLની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ આઈપીએલ માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે.
દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને કારણે આઈપીએલનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરાયું નથી. હાલ 15 દિવસના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોનું શેડ્યુલ જાહેર કરાશે. હાલ માત્ર સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોના શેડ્યૂલની જાહેરાત કરાઈ છે.
પે