મુઈજ્જુનો ભારતીય સૈન્ય કર્મચારીઓ અંગેનો દાવો ખોટો છેઃ શાહિદ

Spread the love

અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત નથી, સરકારના શાસનમાં પારદર્શકતા મહત્વની ભૂમિકા ભજવે છે અને સત્ય બહાર આવવું અત્યંત જરૂરી

માલી

માલદીવના પૂર્વ વિદેશમંત્રી અને વિપક્ષના નવા નેતા અબ્દુલ્લા શાહિદે કહ્યું હતું કે પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ દ્વારા “હજારો ભારતીય સૈન્ય કર્મચારીઓ” વિશે કરવામાં આવેલા દાવા ખોટા છે. અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત નથી. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના નવા ચૂંટાયેલા પ્રમુખે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતાં આ માહિતી આપી હતી. 

અબ્દુલ્લા શાહિદે ટ્વિટ કરતાં લખ્યું કે  “100 દિવસમાં આ વાત સ્પષ્ટ છે: “હજારો ભારતીય સૈન્ય કર્મચારીઓ” અંગે પ્રમુખ મુઇજ્જુનો દાવો તેમના જુઠ્ઠાણાનો જ એક ભાગ છે. વર્તમાન સરકાર તેના દાવાઓ અંગે કોઈ ચોક્કસ માહિતી આપી શકી જ નથી. અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત નથી. સરકારના શાસનમાં પારદર્શકતા મહત્વની ભૂમિકા ભજવે છે અને સત્ય બહાર આવવું અત્યંત જરૂરી છે. 

ઉલ્લેખનીય છે કે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવા એ મુઈજ્જુની પાર્ટીનું મુખ્ય અભિયાન હતું. હાલમાં ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે HAL ધ્રુવ હેલિકોપ્ટર સાથે લગભગ 70 ભારતીય સૈનિકો માલદીવમાં તૈનાત છે. કાર્યભાર સંભાળ્યાના બીજા દિવસે જ મુઇજ્જુએ સત્તાવાર રીતે ભારત સરકારને માલદીવમાંથી પોતાના સૈન્ય કર્મચારીઓને પાછા બોલાવી લેવા કહી દીધું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં મુઈજ્જુએ દાવો કર્યો હતો કે ભારત સરકાર સાથે વાતચીત બાદ સૈન્ય કર્મચારીઓને પાછા બોલાવી લેવા સમજૂતી થઈ ગઇ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *