પતિ પર તેલ રેડી પત્ની નાસી ગઈ, બુમાબુમ થતા આસપાસના લોકોએ આવીને ઈજાગ્રસને હોસ્પિટલમાં લઈ ગયા
ગ્વાલિયર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક પતિને પોતાની પત્નીને પાડોશી સાથે મોબાઈલ પર વાત કરતા રોકવાનું ભારે પડી ગયું છે. પત્ની મોબાઈલ પર પાડોશી સાથે વાત કરી રહી હતી, તો પતિએ મોબાઈલ છીનવી લીધો, તેનાથી પત્ની નારાજ થઈ ગઈ અને રાતાન સમયે સુતી વખતે પતિના પ્રાઈવેટ પાર્ટ્સ પર ઉકળતું તેલ નાખીને ઘરમાંથી ભાગી ગઈ હતી. તો વળી પતિની બૂમો સાંભળીને મોહલ્લાના લોકો આવ્યા અને તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં કંપૂ થાના પોલીસે પતિની ફરિયાદ પર પત્ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ગ્વાલિયર જિલ્લાના ગિજોર્રા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભગેહ ગામના રહેવાસી 32 વર્ષના સુનીલ ધાકડ પ્રાઈવેટ નોકરી કરે છે. ગ્વાલિયરના મહાદજી નગરમાં સુનીલે પોતાની પત્ની ભાવના સાથે રહે છે. થોડા દિવસ પહેલા પાડોશમાં રહેતી મહિલાએ સુનીલને ફરિયાદ કરી હતી કે તેના ગયા બાદ તેની પત્ની ભાવના તેના પતિ સાથે વાત કરે છે.
સુનીલે પત્ની ભાવનાને કેટલીય વાર સમજાવી, પણ તેને કંઈ ફરક પડ્યો નહીં. 6 જૂનની રાતે પતિ સુનિલ ઘરે આવ્યો તો ભાવના યુવક સાથે મોબાઈલ પર વાત કરી હતી. તેની પત્નીને ઘણી વાર ના પાડી પણ તેણે મોબાઈલ પર વાત કરવાનું બંધ કર્યું નહીં. તેનાથી સુનીલ નારાજ થઈ ગયો અને ભાવનાનો મોબાઈલ છીનવી લીધો હતો. તે સમયે તો ભાવના નારાજ થઈને જતી રહી હતી. બાદમાં રાતના લગભગ બે વાગ્યાની આસપાસ પતિ ગાઢ ઊંઘમાં હતો, ત્યારે ભાવનાએ આવીને રસોડામાં ઉકળતું તેલ લાવીને પતિના પ્રાઈવેટ પાર્ટ્સમાં નાખ્યું.