ડીડીએએ હસનના ઘરને તોડી પાડ્યું હતું, હસન સહિત આખો પરિવાર ધરણા પર બેસી ગયો
નવી દિલ્હી
ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારા રેટ માઈનર વકીલ હસનનું ઘર તોડી નાખ્યા બાદ અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યું છે. જોકે નવા મકાનની ફાળવણી બાદ હસને કહ્યું કે, જ્યાં જ્યાં કૂતરા પણ ના રહે, ત્યાં અમને મોકલી રહ્યા છે. આ સાથે હસન સહિત આખો પરિવાર ધરણા પર બેસી ગયો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) તાજેતરમાં જ ડિમોલેશન અભિયાન હેઠળ દિલ્હીના ખજૂરી ખાસમાં આવેલ હસનના ઘરને તોડી પાડ્યું હતું.
https://e0b1befcc99d420fed68613d1eb7cce4.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html વકીલ હસને કહ્યું કે, ‘તેઓ (ભાજપ સરકાર) અમને નરેલામાં એવી જગ્યા પર મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં કૂતરા પણ ન રહે. જો ભવિષ્યમાં મારા બાળકો સાથે કોઈ ઘટના બનશે તો એલજી વિ.કે.સક્સેના અને સાંસદ મનોજ તિવારી મારી મદદ પણ નહીં કરી શકે.’
ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘તેઓએ મને સમસ્યા જણાવી હતી, પરંતુ જ્યારે મેં માહિતી મેળવી તો તેમાં કેટલીક મુશ્કેલી સામે આવી હતી… તેથી હું આશ્વાસન આપ્યું છું કે, અમે તેમને કાયદાકીય રીતે મકાનની ફાળવણી કરીશું. પીએમએવાય લાભાર્થીની યાદીમાં હસનનું નામ સામેલ કરાશે અને તેમને વહેલીતકે મકાનની ફાળવણી કરાશે.’ બીજીતરફ દિલ્હીના ઉપરાજ્યપાલ અને ડીડીએના અધ્યક્ષ વી.કે.સક્સેનાએ કહ્યું કે, ‘આ અંગે મને માહિતગાર કરાયો છે. અમે ટુંક સમયમાં તેનો નિવેડો લાવીશું અને મકાન પણ આપીશું.’
મીડિયા સાથેની વાતચીતમાં રેટ માઈનલ વકીલ હસને નવી સાઈટ પર જવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, ‘અમે ફુટપાથ પર બેઠા છીએ. મારુ મકાન તોડી પડાયા બાદ મેં મારા પરિવાર સાથે ફુટપાથ બીજી રાત વિતાવી છે. અમને ભોજન અને પાણી સહિતની સુવિધા કેટલાક સ્થાનિક લોકો પુરી પાડી રહ્યા છે. મને અને મારા પરિવારને નરેલામાં એક EWS ફ્લેટમાં લઈ જવાઈ રહ્યા છે. અમે અમારી સમસ્યાને પકડાર સ્વરૂપે સ્વિકાર કરી લીધો છે. હજુ પણ અમને સરકાર દ્વારા કોઈ મદદ મળી રહી નથી.’