Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ઓટાવામાં ઘરની અંદર માતા-4 બાળક સહિત છની હત્યા

Spread the love

19 વર્ષના છોકરા પર ચાકુના ઘા મારીને છ જણાંની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો આરોપ

ઓટાવા

કેનેડામાં શ્રીલંકાના એક પરિવારની હત્યા કરી દેવામાં આવી છે. ચાર બાળકો સહિત કુલ છ લોકોની હત્યા કરવામાં આવી છે. શ્રીલંકાના જ 19 વર્ષના વિદ્યાર્થીએ હત્યાને અંજામ આપ્યો છે. વિક્રમસિંઘે પરિવારના પાંચ સભ્યોની સાથે 40 વર્ષના એક શખ્સની પણ હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે હુમલાખોરને ઘટનાસ્થળથી 15 કિલોમીટર દૂરથી ઝડપી પાડ્યો હતો.

કેનેડામાં એક શ્રીલંકન પરિવારની હત્યાથી ચકચાર મચી છે. બુધવારે રાત્રે સાઉથ ઓટાવાના બારહેવનમાં ઘરની અંદર માતા અને તેના ચાર બાળકો સહિત છ જણાંની હત્યા કરી દેવામાં આવી છે. 19 વર્ષના છોકરા પર ચાકુના ઘા મારીને છ જણાંની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો આરોપ છે. ઓટ્ટાવા પોલીસ ચીફ એરિક સ્ટબ્સે મીડિયાને જણાવ્યું કે, બુધવારે રાત્રે 10.52 કલાકની આસપાસ 911 પર બે ફોન આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ પાલ્માડિયો ડ્રાઈવ પાસે આવેલા મકાનમાં પોલીસ પહોંચી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પરિવાર શ્રીલંકાનો નાગરિક હતો અને તાજેતરમાં જ કેનેડા આવ્યો હતો. મૃતકોમાં 35 વર્ષીય દર્શાની, તેની સાત વર્ષની દીકરી ઈનુકા વિક્રમસિંઘે, ચાર વર્ષની દીકરી અશ્વિની વિક્રમસિંઘે, બે વર્ષની દીકરી રિનાયા વિક્રમસિંઘે અને બે મહિનાની દીકરી કેલી વિક્રમસિંઘેનો સમાવેશ થાય છે. દર્શાનીનો પતિ ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલત હાલ સ્થિર હોવાનું પોલીસનું કહેવું છે. દર્શાનીના પતિની ઓળખ ધનસુખ વિક્રમસિંઘે તરીકે થઈ છે. વિક્રમસિંઘે પરિવારની સાથે 40 વર્ષના અન્ય એક શખ્સની પણ આ ઘરમાં હત્યા થઈ છે.
હુમલાખોરની ઓળખ ફેબ્રિસીયો ડી-ઝોયસા તરીકે થઈ છે. તેના પર છ લોકોની હત્યા અને એક વ્યક્તિ પર હત્યાના પ્રયાસનો આરોપ લાગ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે, તે પણ શ્રીલંકન નાગરિક છે અને કેનેડામાં સ્ટુડન્ટ તરીકે આવેલો છે. ગુરુવારે સાંજે અલ્ગોક્વિન કોલેજના પ્રેસિડેન્ટે એક નિવેદન જાહેર કરીને ફેબ્રિસીયો તેમની કોલેજનો વિદ્યાર્થી હોવાની પુષ્ટિ કરી હતી. તેમના કહેવા અનુસાર, વિન્ટર 2023માં તેનું છેલ્લું સેમેસ્ટર હતું.
ગુરુવારે બપોરે આરોપી ફેબ્રિસીયોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાનું નામ અને જન્મતારીખ જણાવી હતી. ધનસુખ વિક્રમસિંઘે સહિત પાંચ લોકોનો સંપર્ક ના કરવાનો આદેશ તેને આપવામાં આવ્યો છે. હવે, 14 માર્ચે ફરીથી ફેબ્રિસીયોને કોર્ટ સમક્ષ હાજર થવાનું છે. પોલીસનું કહેવું છે કે, ફેબ્રિસીયો પણ આ પરિવાર સાથે આ ઘરમાં જ રહેતો હતો. હત્યા બાદ પોલીસે ઘટનાસ્થળથી 15 કિલોમીટર દૂરથી તેને પકડ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે, વિક્રમસિંઘે પરિવારની સૌથી નાની દીકરી કેનેડામાં જન્મી છે અને પરિવારના સભ્યો જુદા-જુદા સમયગળામાં કેનેડા આવ્યા હતા. બુધવાર રાત પહેલા આરોપી કે આ પરિવારના ત્યાં ક્યારેય પોલીસ બોલાવાઈ નહોતી. મીડિયા સાથે વાત કરતાં પોલીસ ચીફ સ્ટબ્સે આ હત્યાને ‘અણવિચારી હિંસા’ ગણાવી હતી. સાથે જ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી.
ઓટાવા કેથોલિક સ્કૂલ બોર્ડે (ઓસીએસબી) પણ પુષ્ટિ કરી છે કે, વિક્રમસિંઘે દંપતીની બે મોટી દીકરીઓ અનુક્રમે બીજા ધોરણ અને કિન્ડરગાર્ટનમાં અભ્યાસ કરતી હતી. તેમણે પણ પરિવારને સાંત્વના પાઠવી છે.
આ ઘટનાને નજરે જોનારી મહિલા પણ સ્તબ્ધ છે. તેણે જણાવ્યું કે, રાત્રે તેણી ટીવી જોઈ રહી હતી ત્યારે બહાર એક પુરુષની ચીસો સંભળાઈ રહી હતી. થોડીવારમાં પોલીસ આવી અને એ શખ્સને લઈ ગઈ. પોલીસે એ શખ્સની ઓળખ વિક્રમસિંઘે પરિવારના પિતા તરીકે કરી છે. પોલીસનું કહેવું છે કે, શહેરના ઈતિહાસમાં આ સૌથી ભયાનક હત્યા છે. જોકે, 19 વર્ષના વિદ્યાર્થીએ આ હત્યા કયા કારણોસર કરી તે દિશામાં હજી પોલીસ તપાસ કરી રહી છે. હત્યાનું કારણ અકબંધ છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ આ હિંસક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “આ ક્રૂર હિંસા પર અમારી પહેલી પ્રતિક્રિયા આઘાત અને ડરની જ હતી. અમને આશા છે કે, આ પરિવાર અને મિત્રોના સપોર્ટમાં સમુદાય ઉતરી આવશે.”

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *