30-મિનિટના નોન-ઈન્વેસિવ સેશનથી ઝડપથી સાજા થવામાં મદદ મળે છે અને દર્દીને આરામદાયક અનુભવ આપે છે
નવી દિલ્હી
ભારતના સૌથી મોટા સંકલિત હેલ્થકેર પ્રોવાઇડર, એટલે કે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપે આજે ઝેપ-એક્સ ગાયરોસ્કોપિક રેડિયોસર્જરી પ્લેટફોર્મનું અનાવરણ કર્યું, જે બ્રેઈન ટ્યુમરની સારવારમાં એક ક્રાંતિકારી પ્રગતિ છે અને આમ, આ સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી દક્ષિણ એશિયામાં પ્રથમ વખત રજુ કરવી, એ એપોલો હોસ્પિટલ્સ માટે એક મોટી ઉપલબ્ધી છે. ટેકનોલોજી ઝેપ-એક્સ સાથે, એપોલો હોસ્પિટલ્સ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં દર્દીઓ માટે વિશ્વ-સ્તરીય આરોગ્યસંભાળ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે નવીનતા અને પ્રતિબદ્ધતાની પ્રથા ચાલુ રાખે છે.
ઝેપ-એક્સ બ્રેઈન ટ્યુમરની સારવારમાં એક નવા યુગની રજૂઆત કરે છે, જે દર્દીઓને માત્ર 30 મિનિટના સેશનમાં નોન-ઈન્વેસિવ, પીડા-મુક્ત સારવાર પ્રદાન કરે છે. આ પરિવર્તનશીલ ટેક્નોલોજી, ન્યૂનતમ રેડિયેશન એક્સપોઝર સાથે ચોકસાઇને ફરીથી વ્યાખ્યાયિત કરવાની સાથે, અસરકારકતા અને દર્દી માટે અનુકૂળતાના નવા ધોરણોને સક્ષમ કરે છે. પરંપરાગત પદ્ધતિઓથી વિપરીત, ઝેપ-એક્સ માં સેલ્ફ-શિલ્ડેડ, ગાયરોસ્કોપિક લિનિયર એક્સીલરેટર ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં હજારો સંભવિત ખૂણાઓથી રેડિયોસર્જિકલ બીમ, ઇચ્છિત ટ્યુમર અથવા ટાર્ગેટ પર નાખવામાં આવે છે. આ નવીન પદ્ધતિ મગજના નીચલા ભાગ, આંખો અને ઓપ્ટિક ચેતા જેવા જટિલ ભાગોને ટાળવાની ક્ષમતાને વધારીને દર્દીના પરિણામોને સુધારે છે, અને આમ દર્દીના જ્ઞાનાત્મક કાર્યને સુરક્ષિત રાખવા માટે મગજની સ્વસ્થ પેશીઓના સંપર્કમાં ગંભીર ઘટાડો કરે છે.
ઝેપ-એક્સ ની પ્રમાણિત ક્લિનિકલ ક્ષમતાઓ, ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોસર્જનને દર્દીઓમાં પ્રાઈમરી અને મેટાસ્ટેટિક બ્રેઈન ટ્યુમર, આર્ટરીવેનસ માલફંક્શન (એવીએમ), ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆસ, પાર્કિન્સન ડીઝીસ, એપીલેપ્સી જેવા મુવમેન્ટ ડિસઓર્ડર્સ અને મેનીનજીઓમાં, એકોસ્ટિક ન્યુરોમા અને પિટ્યૂટરી એડિનોમા જેવા અન્ય ઇન્ટ્રાક્રેનિયલ લેસિઓન્સની સારવાર, વધુ સારી રીતે અને ઓછી આડઅસર સાથે કરવામાં મદદ કરશે.
એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના ફાઉન્ડર ચેરમેન, ડૉ. પ્રતાપ ચંદ્ર રેડ્ડીએ લોન્ચિંગ સમયે જણાવ્યું હતું કે: “ચાર દાયકાથી વધુ સમયથી, અપોલો હોસ્પિટલ્સ આરોગ્યસંભાળમાં અગ્રણી છે, જે અદભુત સંભાળ પૂરી પાડવામાં આવતી મર્યાદાઓને સતત પડકારતી રહી છે. આ પરંપરાને જાળવી રાખીને, અમે ઝેપ-એક્સ લોન્ચ કર્યું છે, જે બ્રેઈન ટ્યુમરની સારવાર માટે ડિઝાઇન કરવામાં આવેલ નવીન ટેક્નોલોજી છે. આ નવા અભિગમમાં રેડિયેશનના ન્યૂનતમ એક્સપોઝર સાથે 30 મિનિટ સુધી નોન-ઈન્વેસિવ, પીડા-મુક્ત સેશન આયોજિત કરી શકાય છે.