બિજનોરના તેજપાલસિંહે 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસ રજા લીધી

Spread the love

26 ડિસેમ્બર 1995ના રોજ તેજપાલસિંહે ક્લાર્ક તરીકે દ્વારકેશ શુગર ઈન્ડસ્ટ્રીજ લિમિટેડમાં નોકરીમાં જોડાયા હતા

બિજનોર

એક બાજુ વિશ્વમાં અઠવાડિયામાં 3 દિવસની રજા આપવાની વાત થઈ રહી છે, તો અહીં ઉત્તરપ્રદેશના બિજનોરમાં નિવાસી તેજપાલસિંહે પોતાની 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસની રજા લીધી છે. તેઓ રવિવારે પણ ઓફિસ આવતા હતાં. સાંભળવામાં આ થોડુ અજુગતું લાગશે, પરંતુ આ હકીકત છે. તેજપાલસિંહનો આ રેકોર્ડ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ’ માં નોંધાયો છે. 

તેજપાલસિંહ કહ્યું કે, “મેં મારી 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસની રજા લીધી છે. પછી ભલેને હોળી હોય, દિવાળી હોય કે રવિવાર હોય, હું દરરોજ ઓફિસમાં હાજર રહતો હતો. હું કંપનીમાં 1995થી કામ કરી રહ્યો છું. વર્ષમાં લગભગ 45 રજાઓ મળે છે. પરંતુ મેં આજ દિવસ સુધીમાં માત્ર એક જ રજા લીધી છે. આ કામ હું મારી મરજીથી કરતો હતો. જે આજે મારા નામે રેકોર્ડ બની ગયો છે.”

અત્રે નોંધનીય છે કે, હાલમાં કોર્પોરેટ જગતમાં અઠવાડિયામાં 3 દિવસ કામ ન કરવાથી કર્મચારીઓમાં તેમની કાર્યકુશળતામાં વધવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.  પરંતુ આ ચર્ચાઓ વચ્ચે બિજનોર જિલ્લામાંથી એક એવો વ્યક્તિ સામે આવ્યો છે, જેણે પોતાની 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસ રજા લીધી હતી.જેનું નામ તેજપાલસિંહ છે.   

માહિતી પ્રમાણે 26 ડિસેમ્બર 1995ના રોજ તેજપાલસિંહે ક્લાર્ક તરીકે દ્વારકેશ શુગર ઈન્ડસ્ટ્રીજ લિમિટેડમાં નોકરીમાં જોડાયા હતા. કંપનીની અઠવાડિયાની રજાઓ અને તહેવારોની રજાઓ મળીને લગભગ 45 રજાઓ મળતી હતી. પરંતુ તેજપાલસિંહ 1995થી 2021 સુધી માત્ર એક જ રજા લીધી હતી. 18 જૂન 2003ના રોજ એક રજા લીધી હતી જ્યારે તેમના નાના ભાઈ પ્રદિપકુમારના લગ્ન હતાં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *