ઝકરબર્ગની પત્ની પ્રિસિલાનું કિંમતી પેન્ડન્ટ ગુમ થઇ ગયું

Spread the love

ઘટનાના પગલે અંબાણીની પાર્ટીમાં અફરા-તફરી, 3.5 કલાક સુધી પેન્ડન્ટ ગોતવાનો પ્રયાસ

મુંબઈ

અંબાણી પરિવારના ફંક્શનની વાત હોય ત્યારે કંઇ પણ સાધારણ હોવાની આશા ના રાખી શકાય. આ ફેમિલી સાથે જોડાયેલી નાની ઇવેન્ટ્સ પણ એટલી ગ્રાન્ડ હોય છે, જેનું પ્લાનિંગ પણ કોઇ વિચારી ના શકે. જેની એક ઝલક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સમાં જોવા મળી. લગ્ન પહેલાં જ અંબાણી પરિવારે આ ઇવેન્ટને એટલી ખાસ બનાવી દીધી કે તેમાં બોલિવૂડ સાથે જોડાયેલા સેલિબ્રિટીઝ તો હતા જ, ઉપરાંત સ્પોર્ટ્સ સહિત વિશ્વના મોટાં દિગ્ગજ પણ ભાગ લેતા જોવા મળ્યા.
જેમાંથી ફેસબુક-ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચૈન પણ હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે રાખવામાં આવેલી આ ત્રણ દિવસની ઇવેન્ટમાં કપલ ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળ્યું. આ બ્યૂટીફૂલ કપલે પાર્ટીની થીમને ફૉલો કરતાં આઉટફિટ્સ અને જ્વેલરી સિલેક્ટ કર્યા હતા. હા એ વાત અલગ છે કે, પાર્ટીના બીજાં દિવસે પ્રિસિલા ચૈન સાથે એવી ઘટના બની જે એકવાર ફરીથી લોકોનું ધ્યાન તેના તરફ લઇ ગઇ.

કોકટેલ પાર્ટીની નાઇટ માટે માર્ક અને પ્રિસિલાએ પોતાના માટે મેચિંગ આઉટફિટ્સ પસંદ કર્યા હતા. આ પાવરફૂલ કપલે બ્લેક કલર પસંદ કર્યો હતો, જેમાં તેઓ સુપર સ્ટાઇલિશ લાગી રહ્યા હતા. માર્ક ઝકરબર્ગ ગોલ્ડ-ટોન્ડ જૂલ્ડ ડ્રેગનફ્લાય એપલીકેવાળા પેન્ટ-સૂટમાં જોવા મળ્યા. તો પ્રિસિલા એ વિસ્કોસ અને એસીટેટ યાર્નથી તૈયાર કરેલું બોડી ફિટિંગ ગાઉન પહેર્યુ હતું. જેના પર રોઝ કોલોરાડો ટોપેઝ સ્ટોન અને સિલ્વર ક્રિસ્ટલ એપલીકેથી સ્ટનિંગ લૂક મળી રહ્યો હતો. માર્ક અને પ્રિસિલાના આઉટફિટ્સ લક્ઝરી ફેશન લેબલ એલેક્ઝાન્ડર મેક્વિનથી હતા.

અંબાણીની પાર્ટીના બીજાં દિવસે માર્ક ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચૈને ઇન્ડિયન ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રાના વેરડ્યોર કલેક્શનમાંથી પોતાના માટે ગોલ્ડન કલરનો લહેંગા સેટ પસંદ કર્યો હતો, જેની ડિઝાઇન એકદમ યુનિક હતી. આ સેટના ક્રોપ ટોપમાં કિસિંગ ક્રેન્સ બની હતી, તેમાં પેટલ્સ ડિટેલિંગ્સ પણ એડ કરવામાં આવ્યા હતા. જ્યારે સ્કર્ટમાં અપર સાઇડ ગોલ્ડન શિમરી વર્ક હતું અને લોઅર લાઇનમાં ફ્લેમિંગો ટચ એડ કરતા ફ્લોરલ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી.

પ્રિસિલા ચૈનના ત્રીજા દિવસના લૂકની વાત કરીએ તો તેણે પોતાના માટે બ્લૂ કલરની બ્યૂટીફૂલ સાડી પસંદ કરી હતી. આ ઓવરઓલ પીસને સી-થ્રૂ ફેબ્રિકમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો, તેની સાથે શિમરી પેટર્ન બ્લાઉઝ આપવામાં આવ્યો હતો. આ સાડીમાં રેશમના તાર સાથે ફ્લોરલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, જ્યારે બોર્ડરથી લઇ હેમલાઇનમાં કટ વર્ક હતું. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે પ્રિસિલાએ ડાયમંડ સ્ટડેડ નેકપીસ પહેર્યો હતો, તેની સાથે હાથમાં બેંગલ્સ હતા.

અનંત અને રાધિકાના ફંક્શનમાં પ્રિસિલાનો લૂક સ્ટનિંગ હતો અને તેમાં ગ્લેમર અને ટ્રેડિશનનું પરફેક્ટ મિક્સચર જોવા મળ્યું હતું. જો બોલિવૂડ શાદીઝના રિપોર્ટ અનુસાર, અંબાણીની આ પાર્ટીના બીજાં દિવસે ઝકરબર્ગની પત્ની પ્રિસિલાનું કિંમતી પેન્ડન્ટ ગુમ થઇ ગયું હતું, ત્યારબાદ પાર્ટીમાં અફરા-તફરી મચી ગઇ હતી. આ પેન્ડન્ટ પ્રિસિલાની અત્યંત નજીક હતું, આ પેન્ડન્ટની શોધમાં 3.5 કલાક પસાર કર્યા હતા, તેમ છતાં કોઇ ફાયદો ના થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *