ગાંધીધામ
જીએનએફસી બીજી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં શુક્રવારે ભાવનગરનાં બિનક્રમાંકિત પૂજન ચંદરાણા એ અમદાવાદના આઠમી સીડ માનવ પંચાલને જુનિયર બોય્ઝ (અંડર-17) કેટેગરીના પ્રથમ રાઉન્ડમાં હરાવી અપસેટ સર્જ્યો હતો. ભાવનગરના ખેલાડી પૂજને માલવને સહેજ પણ તક ના આપતા 3-0 (11-8, 11-8, 11-7)થી માત આપી હતી. બીજી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ભરુચ ખાતે ભરુચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા એસએન્ડઆર ક્લબ, જીએનએફસીના સહયોગ અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનનાં સાથ સાથે યોજાઈ રહી છે.
પ્રથમ રાઉન્ડની અન્ય મેચોના પરિણામઃ
પુરુષઃ નંદિશ હાલાની (ભાવનગર) જીત્યા વિરુદ્ધ યુગ પરમાર (સુરત) 11-4, 11-4, 11-9; હર્ષ પટેલ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ સૌરવ ઘોષ (બરોડા) 11-8,11-4,11-6; ભાવિન દેસાઈ (વલસાડ) જીત્યા વિરુદ્ધ મહિરાજસિંહ જાડેજા (ભાવનગર) 11-9,11-5,11-6.
જુનિયર બોય્ઝ (અંડર-17): તક્ષ કોઠારી (સુરત) જીત્યા વિરુદ્ધ હિતાર્થ જોશી (ભાવનગર) 14-12,11-1,9-11,11-6; યતાર્થ કેડિયા (સુરત) જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ (બરોડા) 5-11,11-7,12-10,11-5; પૂજન ચંદરાણા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ (8) (અમદાવાદ) 11-8,11-8,11-7; આયુષ તન્ના (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા (અમદાવાદ)11-6,11-8,11-8; વંશ મોદી (બરોડા) જીત્યા વિરુદ્ધ વિહાન તિવારી (અમદાવાદ)11-7,11-5,11-7.
જુનિયર બોય્ઝ (અંડર-19): સુમિત નૈર (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ યશ મકવાણા (ભાવનગર) 11-6,11-9,11-9; ધ્યેય જાની (ભાવનગર) જીત્યા વિરુદ્ધ હર્ષવર્ધન પટેલ (અરવલ્લી) 4-11,9-11,11-7,11-7,11-6; જન્મેજય પટેલ (અરવલ્લી) જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી (સુરત) 11-3,9-11,11-1,11-5; વંશ મોદી (બરોડા) જીત્યા વિરુદ્ધ હેત ઠક્કર (અમરેલી) 11-4,12-10,11-8.
જુનિયર ગર્લ્સ (અંડર-19): સિદ્ધિ પટેલ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ રિયા પરીખ (બરોડા) 11-6,11-2,11-2; ચાર્મી જાની (ભાવનગર) જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બુલસારા (નવસારી) 6-11,11-9,5-11,11-9,14-12; આભા રાવત (રાજકોટ) જીત્યા વિરુદ્ધ ચૌહાણ સુઝૈન (બરોડા) 11-7,11-9,11-9; આસ્થા મિસ્ત્રી (નવસારી) જીત્યા વિરુદ્ધ મહેક સેઠ (બરોડા) 9-11,11-8,11-8,11-8.
સબ જુનિયર બોય્ઝ (અંડર-15) બીજો રાઉન્ડઃ હૃદાન શાહ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ હુસૈન ગોધરાવાલા (સુરત) 11-6,11-5,11-3; સુજલ કુકડિયા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ શૌર્ય લાહોટી (સુરત) 11-2,11-3,11-2; માનવ મેહતા (સુરત) જીત્યા વિરુદ્ધ સિદ્ધ પટેલ (અમદાવાદ)11-2,11-5,11-9; સમર્થ શેખાવત (સુરત) જીત્યા વિરુદ્ધ હિતાર્થ જોશી (ભાવનગર)11-6,11-8,11-5.