ડિફેન્ડિંગ ચેમ્પિયન અમદાવાદ ફાઈનલમાં પ્રથમવાર રમતી અરવલ્લીની ટીમ સામે ટકરાશે- સુરતની મહિલા ટીમ ફાઈનલમાં, અમદાવાદ સામે મુકાબલો

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ખોખરા ખાતે આયોજીત સર્વો હાઈપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં કેપ્ટન અરમાન શેખ અને જન્મેજય પટેલના શાનદાર પ્રદર્શનને કારણે અરવલ્લીની ટીમે સુરતની ટીમને 3-1થી હરાવી અપસેટ સર્જ્યો. આ સાથે જ અરવલ્લીની ટીમ પ્રથમવાર ઈન્ટરડિસ્ટ્રિક ટુર્નામેન્ટની ફાઈનલમાં ટકરાશે.

આ ટુર્નામેન્ટમાં ઈન્ડિયન ઓઈલ ટાઈટલ સ્પોન્સર છે જ્યારે જીએમડીસી એસોસિયેટ સ્પોન્સર છે. ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)નું સમર્થન હાંસલ છે. જ્યારે Stiga ટુર્નામેન્ટની ઈક્વિપમેન્ટ પાર્ટનર છે.

જ્યારે અન્ય એક સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અમદાવાદે ભાવનગરની ટીમને 3-1થી હરાવી પોતાનું ટાઈટલ જાળવી રાખવા અરવલ્લી સામે અંતિમ મેચમાં ટકરાશે.

સુરતની ટીમે પોતાનો દબદબો જાળવી રાખતા નવસારીની ટીમને 3-0થી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. જ્યાં તેઓ ઉત્સાહિત અમદાવાદની ટીમ સામે ટકરાશે. અમદાવાદની ટીમે યુવા ખેલાડી મોઉબોની ચેટર્જી, નિધિ પ્રજાપતિ અને કૌશા ભેરપુરેનાં શાનદાર પ્રદર્શનની મદદથી ભાવનગરને હરાવી અપસેટ સર્જ્યો હતો. અમદાવાદની જુનિયર બોય્ઝ ટીમે ભાવનગર વિરુદ્ધની સંઘર્ષપૂર્ણ મેચમાં 3-2થી જીત મેળવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જેઓ અરવલ્લીની બોય્ઝ ટીમ સામે ટકરાશે, જેણે ફરી એકવાર સુરતની ટીમને અન્ય એક સેમિફાઈનલમાં માત આપી ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું. જુનિયર ગર્લ્સની ફાઈનલ અમદાવાદ અને ભાવનગર વચ્ચે રમાશે. એકતરફ અમદાવાદની ટીમે સુરતને 3-0થી માત આપી જ્યારે ભાવનગરે નવસારીની ટીમને 3-1થી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સબજુનિયર બોય્ઝની ફાઈનલમાં દબદબો ધરાવતી અમદાવાદની ટીમ મજબૂત ટક્કર આપવા સક્ષમ ભાવનગરની ટીમ સામે ટકરાશે. જ્યારે ગર્લ્સ કેટેગરીની ફાઈનલમાં પણ અમદાવાદ અને ભાવનગર વચ્ચે જ મુકાબલો રમાશે.

પુરુષ ટીમ સેમિફાઈનલઃ

અરવલ્લી જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ 11-8,11-7,9-11,6-11,12-10, અરમાન શેખ જીત્યા વિરુદ્ધ બુરહાનુદ્દીન માલુભાઈવાલા 11-9,9-11,11-9,7-11,11-8, દેવાર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ હર્ષવર્ધન પટેલ 11-9,13-11,11-9, અરમાન શેખ જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ 13-11,11-7,4-11,4-11,11-8).

અમદાવાદ જીત્યા વિરુદ્ધ  ભાવનગર 3-1 (ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ કર્ણપાલસિંહ જાડેજા 10-12,11-5,11-7,11-6, સોહમ ભટ્ટાચાર્ય જીત્યા વિરુદ્ધ જીગ્નેશ જયસ્વાલ 11-7,11-7,7-11,9-11,11-6, હર્ષિલ કોઠારી જીત્યા વિરુદ્ધ  અક્ષિત સાવલા 9-11,6-11,11-6,11-2,11-9, સોહમ ભટ્ટાચાર્ય જીત્યા વિરુદ્ધ  કર્ણપાલસિંહ જાડેજા 11-3,9-11,11-8,11-5).

મહિલા ટીમ સેમિફાઈનલઃ

સુરત  જીત્યા વિરુદ્ધ નવસારી 3-0 (ફિલઝાહ કાદરી જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-6,11-8,11-4, ફ્રેનાઝ ચિપીયા જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-3,11-4,11-6, આફ્રિન મુરાદ જીત્યા વિરુદ્ધ જાહન્વી પટેલ 9-11.11-2,11-2,7-11,11-3).

અમદાવાદ જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-1 (રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ કૌશા ભેરપુરે 11-8,6-11,11-4,11-9, મોઉબોની ચેટર્જી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-9,18-16,11-9, નિધિ પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ નૈત્રી દવે 11-7,11-6,9-11,11-13,11-6, કૌશા ભેરપુરે જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-7,6-11,11-7,15-13).

જુનિયર બોય્ઝ ટીમ સેમિફાઈનલઃ

અમદાવાદ જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-2(હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 11-8,11-8,11-8, ધ્યેય જાની  જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 11-9,12-10,11-9, ધ્યેય-પૂજન જીત્યા વિરુદ્ધ માલવ-હિમાંશ 11-3,11-6,13-11,  હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 11-8,10-12,11-8,11-7, હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ સુજલ કુકડિયા 11-7,14-12,11-8).

અરવલ્લી જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (અરમાન શેખ જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-6,11-5,11-2, બુરહાનુદ્દીન માલુભાઈવાલા જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-5,11-8,11-4, અરમાન-જન્મેજય જીત્યા વિરુદ્ધ આયુષ-બુરહાનુદ્દીન 11-7,6-11,11-9,7-11,11-8, અરમાન શેખ જીત્યા વિરુદ્ધ બુરહાનુદ્દીન માલુભાઈવાલા 6-11,15-13,5-11,11-9,11-7).

જુનિયર ગર્લ્સ ટીમ સેમિફાઈનલઃ

અમદાવાદ જીત્યા વિરુદ્ધ  સુરત 3-0 (મોઉબોની ચેટર્જી જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 8-11,11-6,11-7,11-5, નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ સનાયા અછા 13-11,11-8,11-8, મોઉબોની-નિધિ જીત્યા વિરુદ્ધ  અર્ની-વિશ્રૃતિ 11-7,11-1,11-6).

ભાવનગર જીત્યા વિરુદ્ધ નવસારી 3-1(રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-5,11-5,11-3, સિદ્ધિ બલસારા જીત્યા વિરુદ્ધ ખુશી જાદવ 11-5,5-11,11-5,11-7, રિયા-ખુશી જીત્યા વિરુદ્ધ આસ્થા-સિદ્ધિ 13-15,11-5,5-11,12-10,11-9, રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 12-10,11-5,11-4).

સબ-જુનિયર બોય્ઝ ટીમ સેમિફાઈનલઃ

અમદાવાદ જીત્યા વિરુદ્ધ વડોદરા 3-0 (અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 11-9,11-6,10-12,11-8, માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ યજત રાવલ 11-13,11-7,11-8,11-5, અભિલાક્ષ-માલવ જીત્યા વિરુદ્ધ વેદ-યજત 11-4,12-10,11-7).

ભાવનગર જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ પવન કુમાર 11-8,6-11,11-6,6-11,13-11, સમર્થ શેખાવત જીત્યા વિરુદ્ધ વંદન સુતારિયા 6-11,11-3,11-9,11-8, સુજલ-પરમ જીત્યા વિરુદ્ધ પવન-સમર્થ 11-5,8-11,11-7,11-9, સુજલ કુકડિયા જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત 13-11,12-10,11-8).

સબ-જુનિયર ગર્લ્સ ટીમ સેમિફાઈનલઃ

અમદાવાદ જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (જીયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ વિશ્રૃતિ જાદવ 11-6,11-8,14-12, દાનિયા ગોડિલ જીત્યા વિરુદ્ધ ખનક શાહ 11-8,11-8,11-3, ખનક-જીયા જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ-દાનિયા 11-9,11-9,7-11,11-7, જીયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ દાનિયા ગોડિલ 11-3,11-3,11-7).

ભાવનગર જીત્યા વિરુદ્ધ નવસારી 3-1(પ્રિન્સી પટેલ જીત્યા વિરુદ્ધ સચી દોશી 12-10,8-11,13-11,11-7, ચાર્મી ત્રિવેદી-માનસી મહાજન 12-10,12-10,11-4, સચી-ચાર્મી જીત્યા વિરુદ્ધ પ્રિન્સી-અવની 11-13,11-7,11-2,11-3, ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ પ્રિન્સી પટેલ 11-8,11-9,11-9).

કેડેટ અંડર-13 બોય્ઝ સિંગલ્સ ક્વોલિફાઈંગ રાઉન્ડઃ

તવિશ પટેલ  (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ ચૈતન્ય નથવાણી (ભાવનગર) 11-4,11-7,11-5; દેવ ભટ્ટ (રાજકોટ) જીત્યા વિરુદ્ધ વેદ પાટણકર (અમદાવાદ) 11-7,11-4,11-6; ધ્રુવ બંભાની (કચ્છ) જીત્યા વિરુદ્ધ મનિત જૈન (અમદાવાદ) 11-1,11-7,11-7; રિયાન શાહ (સુરત) જીત્યા વિરુદ્ધ નક્ષ પટેલ (અમદાવાદ) 11-7,11-4,8-11,11-3; આરવ સિંઘવી (કચ્છ) જીત્યા વિરુદ્ધ જેનિલ જાની (ભાવનગર) 11-6,11-8,11-7.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *