એનએચએઆઈએ ફાસ્ટટેગ સર્વિસ આપતી બેંક અને નોન- બેંકિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી
નવી દિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પે ટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીબીએલ)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ પીપીબીએલને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવી દીધી છે.
એ પછી એનએચએઆઈએ ફાસ્ટટેગ સર્વિસ આપતી બેંક અને નોન- બેંકિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી છે. જો તમે પણ પેટીએમ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરો છો તો તમારી પાસે તક છે. તમે ફાસ્ટ ટેગને પોર્ટ અથવા ડિએક્ટિવેટ કરી શકો છો.
એનએચએઆઈની સુધારેલી યાદી મુજબ હવે આ બેંકો અથવા એનબીએફસીએસ ફાસ્ટેગ સેવા ઉપલબ્ધ રહેશે
- એરટેલ પેમેન્ટ્સ બેંક
- એક્સિસ બેંક લિમિટેડ
- બંધન બેંક
- બેંક ઓફ બરોડા
- કેનેરા બેંક
- એચડીએફસી બેંક
- આઈસીઆઈસીઆઈ બેંક
- આઈડીએફસી ફર્સ્ટ બેંક
- ઇન્ડસઇન્ડ બેંક
- કોટક મહિન્દ્રા બેંક
- પંજાબ નેશનલ બેંક
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
- યસ બેંક
- અલ્હાબાદ બેંક
- એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- સિટી યુનિયન બેંક લિમિટેડ
- ફેડરલ બેંક
- ફિનો પેમેન્ટ બેંક
- ઈન્ડિયન બેંક
- ઈન્ડિયન ઓવરસીઝ બેંક
- કર્ણાટક બેંક
- દક્ષિણ ભારતીય બેંક
- સિન્ડિકેટ બેંક
- યુકો બેંક
આ બેંકો અને એનબીએફસી સંસ્થાઓ સિવાય ફાસ્ટેગ સેવા અન્ય કેટલીક બેંકોમાં પણ ઉપલબ્ધ છે.
પે ટીએમ ફાસ્ટેગ યુઝરે શું કરવું જોઈએ?
હજુ પણ કેટલાક યુઝર્સ પે ટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી આ સ્થિતિમાં યુઝર્સ 15 માર્ચ પહેલા કંપનીમાંથી સિક્યોરિટી મનીનું રિફંડ લઈ શકે છે. રિફંડ માટે યુઝરે પે ટીએમ ફાસ્ટેગના કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરી તેના માટેની પ્રક્રિયા કરવી જોઈએ.