ઈસ્લામ વિરોધી ગીર્ટ વિલ્ડર્સની વડાપ્રધાનની આશા પર પાણી ફરી વળે એવી શક્યતા

Spread the love

હું પીએમ પદની રેસમાંથી બહાર છું કારણકે અન્ય પાર્ટીઓ ગઠબંધન સરકારમાં પીએમ તરીકે મારુ સમર્થન કરવા માટે તૈયાર નથીઃ ગીર્ટ વિલ્ડર્સ

એમ્સટરડેમ

નેધરલેન્ડમાં ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સની વડાપ્રધાન બનવાની આશાઓ પર પાણી ફરે વળે તેમ લાગી રહ્યુ છે. 

ગીર્ટ વિલ્ડર્સે પોતે જાહેરાત રી છે કે, હું પીએમ પદની રેસમાંથી બહાર છું કારણકે અન્ય પાર્ટીઓ ગઠબંધન સરકારમાં પીએમ તરીકે મારુ સમર્થન કરવા માટે તૈયાર નથી. હું પીએમ ત્યારે જ બની શકું તેમ છું જ્યારે ગઠબંધનમાં જોડાવા માંગતા તમામ પક્ષો મારુ સમર્થન કરે પણ એવુ થઈ રહ્યુ નથી. 

 વિલ્ડર્સની ફ્રીડમ પાર્ટીએ ગત વર્ષે થયેલી ચૂંટણીમાં સૌથી વધારે મત મેળવીને અને નંબર વન પાર્ટી બનીને તમામને ચોંકાવી દીધા હતા. જોકે તેમની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેમ નહીં હોવાથી ભારતમાં થતુ આવ્યુ છે તેમ બીજા પક્ષોના સમર્થનથી જ તેઓ સરકાર બનાવી  શકે તે્મ છે. 

આ માટે અન્ય ત્રણ રાજકીય પક્ષો વીવીડી, ન્યૂ સોશિયલ કોન્ટ્રાક્ટ અને અન્ય એક રાજકીય પક્ષ સાથે તેમની ફ્રીડમ પાર્ટીની વાતચીત ચાલી રહી છે પણ  વિલ્ડર્સના પીએમ બનવા પર વાત આગળ વધી રહી નથી તેમ મનાઈ રહ્યુ છે. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે અન્ય પાર્ટીઓએ સરકારમાં જોડાવા માટે શરત મુકી છે કે, વિલ્ડર્સને પીએમ બનાવવામાં ના આવે. જોકે પીએમ તરીકે બીજા કોઈ વ્યક્તિ પર સંમતિ બની કે નહીં તે હજી સ્પષ્ટ થયુ નથી. 

બીજી તરફ વિલ્ડર્સનુ ઈસ્લામ વિરોધી વલણ તો યથાવત જ છે. તેમણે  સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ પોસ્ટમાં કહ્યુ છે કે, હું ઈચ્છુ છું કે આગામી સરકારની કેબિનેટ જમણેરી વલણ ધરાવતી હોય. દેશમાં બહારથી આવતા ઈમિગ્રન્ટસની સંખ્યા ઓછી કરવામાં આવે અને નેધરલેન્ડને પ્રાથમિકતા આપવામાં આવે. મારા માટે દેશ અને દેશના નાગરિકો મારા પોતાના કરતા વધારે મહત્વના છે. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *