Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી

Spread the love

અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સાથે જોડાયેલી સમિતિનો ભાગ છે

નવી દિલ્હી

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ સાથેની બેઠકમાંથી બહાર આવતાં અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતાનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે બે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને દેશભરમાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે.

દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ એવો દાવો કર્યો છે કે પૂર્વ બ્યુરોક્રેટ્સ સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મીડિયાને આ માહિતી આપી. ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સાથે જોડાયેલી સમિતિનો ભાગ છે. બેઠક બાદ સમિતિના સભ્ય અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે સમિતિ સમક્ષ છ નામો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી આ બે નામોને મંજૂરી આપવામાં આવી હતી. 

આ ઉપરાંત ચૌધરીએ કહ્યું હતું કે, “પસંદગી સમિતિએ છ નામો રજૂ કર્યા હતા, જેમાંથી ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈન્દીવર પાંડે, સુખબીર સિંહ સંધુ અને ગંગાધર રાહતના નામ સામેલ હતા. આ નામમાંથી જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની ચૂંટણી કમિશનર તરીકે પસંદગી કરવામાં આવી છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધીર રંજન ચૌધરી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે તેમને ગઈકાલે રાત્રે તપાસ માટે 212 નામ આપવામાં આવ્યા હતા. “હું ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યો અને આજે બપોરે બેઠક હતી. મને 212 નામ આપવામાં આવ્યા હતા. એક દિવસમાં આટલા બધા ઉમેદવારોની તપાસ કોઈ કેવી રીતે કરી શકે? પછી, મને બેઠક પહેલા છ શોર્ટલિસ્ટ કરેલા નામો આપવામાં આવ્યા હતા.” બહુમતી તેમની સાથે છે, એટલે તેમને ગમતા હતા એવા જ ઉમેદવારની પસંદગી કરી હતી.

જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં જ્ઞાનેશ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહ મંત્રાલય સાથે કામ કરતી વખતે, તેમણે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલની તૈયારીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. જ્ઞાનેશ કુમારને પણ બઢતી મળી અને ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ બન્યા હતા. તેઓ કેરળ કેડરના 1988 બેચના આઈએએસ અધિકારી છે.

પૂર્વ આઈએએસ અધિકારી સુખબીર સંધુને જુલાઈ 2021 માં ઓમ પ્રકાશની જગ્યાએ ઉત્તરાખંડના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1988 બેચના આઈએએસ અધિકારી સુખબીર સંધુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના અધ્યક્ષ તરીકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હતા. કેન્દ્ર સરકારે તેમની એક વર્ષ માટે લોકાયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી હતી. તે સમયે કેન્દ્રીય કેબિનેટ સમિતિ દ્વારા જાહેર કરાયેલ નિમણૂક પત્ર અનુસાર, ઉત્તરાખંડ કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી અને 1988 બેચના ડૉ. સુખબીર સંધુને એક વર્ષના સમયગાળા માટે કરારના આધારે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તેઓ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *