Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

નીતિન ગડકરીએ રૂ. 1700 કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી

Spread the love

આ હાઈવે પ્રોજેક્ટ ગુજરાત, આસામ અને કર્ણાટક માટે છે, ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિર સુધીના રોપવેને પણ મંજૂરી આપવામાં આવી

નવી દિલ્હી

ચૂંટણી પંચ આજે (16મી માર્ચ શનિવાર) બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે કોઈપણ વિભાગ કોઈ નવા પ્રોજેક્ટને મંજૂરી આપતું નથી. જો કંઈક જરૂરી હોય તો ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ તેને લીલી ઝંડી આપવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, શુક્રવારે રાત્રે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઘણાં વિભાગોએ ઝડપી નિર્ણયો લીધા અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી.

અહેવાલ અનુસાર, ગઈકાલે (શુક્રવાર) મોડી રાત સુધી નીતિન ગડકરીના માર્ગ પરિવહન મંત્રાલય અને એનએચએઆઈ હેઠળના વિભાગોમાં કામ ચાલુ હતું. આ દરમિયાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રૂ. 1700 કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ હાઈવે પ્રોજેક્ટ ગુજરાત, આસામ અને કર્ણાટક માટે છે. ઉપરાંત ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિર સુધી 189 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર રોપવેને પણ મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આદર્શ આચારસંહિતા લાગુ થતાં પહેલાં, નિર્ધારિત લક્ષ્યાંકો પૂરા કરવાના હતા, તેથી યોજનાઓને તાબડતોબ મંજૂરી આપવામાં આવી હતી. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નવા પ્રોજેક્ટને મંજૂરી આપી શક્યા નથી. આ લક્ષ્ય હાંસલ કરવામાં અવરોધો પેદા કરશે.’

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપરાંત, કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે પણ આસામની બ્રહ્મપુત્રા નદી પર 645 કરોડ રૂપિયાના 10 નવા જળમાર્ગોને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના સાગરમાલા કાર્યક્રમ હેઠળ કેન્દ્ર તરફથી 100 ટકા ભંડોળ મળશે. તેવી જ રીતે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે રૂ. 925 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને સ્વચ્છ ભારત મિશન હેઠળ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આદર્શ આચાર સંહિતાના લાગુ થતા પહેલા સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે તે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 300 રૂપિયા પ્રતિ ટન વધારીને 4,900 રૂપિયા પ્રતિ ટન કરશે. નવા દરો શનિવારથી લાગુ થશે. પહેલી માર્ચે સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 3,300 રૂપિયાથી વધારીને 4,600 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *