અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા
નવી દિલ્હી
લોકસભા ચૂંટણીની તારીખો હવે થોડા કલાકો બાદ જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
એવું માનવામાં આવે છે કે અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. અજય પ્રતાપ સિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભાજપે મધ્યપ્રદેશની તમામ 29 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી. સીધીમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
અજય પ્રતાપ સિંહે પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે ‘હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.’ તેમના રાજીનામા બાદ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સીધીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. જો કે, તેણે કહ્યું કે તેણે હજુ સુધી ભવિષ્ય અંગે કંઈ નક્કી કર્યું નથી. નોંધનીય છે કે અજય પ્રતાપ સિંહ સહિત ચાર રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે.