આઈએસઆઈના પૂર્વ પ્રમુખના ભાઈની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ

Spread the love

આ ધરપકડને પાકિસ્તાનમાં બનેલી નવી સરકારની બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં આવી રહી છે

લાહોર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફનન્ટ જનરલ ફૈઝ હમિદના ભાઈની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

જોકે આ ધરપકડને પાકિસ્તાનમાં બનેલી નવી સરકારની બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં આવી રહી છે. નવી સરકારે અગાઉ ઈમરાન ખાનના શાસન દરમિયાન નવાઝ શરીફના પરિવારને ટાર્ગેટ કરનારા અધિકારીઓ સામે મોરચો ખોલ્યો છે. ફૈઝ હમિદ ઈમરાન ખાન સરકારના ફેવરિટ અધિકારીઓ પૈકીના એક હતા. ઈમરાન ખાન તો તેમને સેના પ્રમુખ પણ બનાવવા માંગતા હતા.

હવે નવી ગઠબંધન સરકારમાં શરીફ પરિવારનો મહત્વનો રોલ છે ત્યારે હમિદના ભાઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. એન્ટી કરપ્શન  વિભાગના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફનન્ટ જનરલ ફૈઝ હમિદના ભાઈ અને મહેસૂલ અધિકારી નઝફ હમિદને ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમજ અધિકારીઓનો દુરપયોગ કરવા બદલ સોમવારે ચકવાલમાંથી પકડવામાં આવ્યા છે. તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

બીજી તરફ  શરીફ પરિવારના વિરોધીઓ આ ધરપકડને પૂર્વગ્રહથી પ્રેરિત અને બદલો લેવાની કાર્યવાહી ગણાવી રહ્યા છે. કારણકે નવાઝ શરીફના પુત્રી અ્ને પંજાબના હાલના મુખ્યમંત્રી મરિયમ નવાઝે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ એલાન કહ્યુ હતુ કે, અમારા પરિવાર સામે બોગસ કેસ કરનારા પૂર્વ સેના પ્રમુખ જનરલ બાજવા, આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફનન્ટ જનરલ ફૈઝ હમિદ અને પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારને જેલમાં નાંખવામાં આવશે અને તેમને કોર્ટમાં ઉભા રહીને દેશને જવાબ આપવો પડશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *