નોઈડા સેક્ટર 50 બજારની ઘટનાનો વીડિયો વાયરલ, તંત્રની ગુંડાગીરી સામે લોકોમાં ભારે આક્રોશ
નોઈડા
નો પાર્કિંગ વિસ્તારમાં ગાડી ઊભી કરવાથી પોલીસ વાહન ચાકને દંડ ફટકારે છે કે પછી ટ્રાફિક વિભાગ ગાડીને ટો કરીને લઈ જાય છે. જોકે આવું ત્યારે થાય છે જ્યારે ગાડી નો પાર્કિંગમાં ઊભી હોય અને તેમાં કોઇ હાજર ના હોય. નોઈડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કાર સહિત તેમાં બેસેલા લોકોને પણ કર્મચારીઓ ટો કરીને લઈ ગયા હતા.
માહિતી અનુસાર વીડિયો નોઈડા સેક્ટર 50 બજારનો છે. જ્યાં નોઈડા ઓથોરિટીના કર્મચારી પહોંચ્યા અને ત્યાં એક કાર ઊભી હતી. તેમાં એક મહિલા અને એક વૃદ્ધ બેઠા હતા. નોઈડા ઓથોરિટીના કર્મચારીઓ મહિલા અને વૃદ્ધ કારની સાથે ટો કરીને લઈ જતા દેખાય છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હવે લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે કે નોઈડા સેક્ટર 50ના બજારથી સિનિયર સિટીઝનને તેમની કાર સહિત પાર્કિંગના ગુંડાઓ ટો કરી લઈ ગયા અને ગેરવર્તણૂક પણ કરી. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.