ગાંધીનગર:

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એસ ટેનિસ એકેડમી દ્વારા પલોડીયા ખાતે કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ માટે અન્ડર-૧૭ વયના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ ખેલાડીઓને નિષ્ણાત કોચ દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.
પસંદગીનો કાર્યક્રમ:
સ્થળ: સેક્ટર-૨૧, ટેનિસ કોર્ટ, જીમખાના, ગાંધીનગર.
તારીખ: ૧૨/૦૨/૨૦૨૬ અને ૧૩/૦૨/૨૦૨૬
સમય: સવારે ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી (ભાઈઓ અને બહેનો બંને માટે)
લાયકાતના ધોરણો:
૧. ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ૧લો, ૨જો કે ૩જો નંબર મેળવેલ હોય.
૨. સ્કૂલ ગેમ્સ ઓફ ઈન્ડિયા (SGFI) માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હોય કે વિજેતા હોય.
૩. AITA દ્વારા યોજાતી FENESTA નેશનલમાં પ્રતિનિધિત્વ કરેલ હોય કે વિજેતા હોય.
જરૂરી દસ્તાવેજો:
ખેલાડીઓએ બોનાફાઈડ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ ફોટો, ડોમિસાઇલ અને સ્પોર્ટ્સ સિદ્ધિના પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.
સંપર્ક: વંદના પટેલ (9586754921) | હિરવા લિંબાચીયા (6352769579)
